હ્યુન્ડાઈની નવી રણનીતિ : કંપની ભારતીય બજારમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે : બજેટ EV લોન્ચ કરીને ઓડિયન્સ ગ્રુપ વધારશે.

0
5

વિશ્વમાં ઓટો ઉદ્યોગ ઈલેક્ટ્રિફિકેશનની તરફ આગળ વધી રહ્યો છે અને ભારતમાં પણ ઘણા નિર્માતા પોતાની EV લાઈનઅપને સતત વિસ્તૃત કરી રહ્યા છે. તાજેતરમાં હ્યુન્ડાઈએ ખુલાસો કર્યો કે, કંપની આગામી ચાર વર્ષમાં ભારતીય માર્કેટમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ મૂડીનો ઉપયોગ કંપની પોતાની લાઈનઅપ વિસ્તૃત કરવામાં કરશે, જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પણ સામેલ છે.

એક હજાર કરોડ માત્ર સસ્તી EV પર ખર્ચ કરશે કંપની

કુલ રોકાણમાંથી 1,000 કરોડ રૂપિયા એક નવી સસ્તી ઈલેક્ટ્રિક વ્હીકલને તૈયાર કરવામાં ખર્ચ કરવામાં આવશે. વાહનને સંપૂર્ણ રીતે સ્થાનિક સ્તર પર ડેવલપ કરવામાં આવશે અને કંપની તેના કમ્પોનન્ટ્સ માટે પહેલાથી જ લોકલ વેન્ડર્સની સાથે વાતચીત કરી રહી છે. હ્યુન્ડાઈ પોતાની સિસ્ટર કંપની કિઆની સાથે પણ ભાગીદારી કરી શકે છે, કેમ કે, કિઆ પણ ભારતમાં પોતાના પોર્ટફોલિયોમાં EVને જોડવાની તૈયારી કરી રહી છે.

ભારતીય માર્કેટમાં હ્યુન્ડાઈની કોના EV પહેલાથી હાજર છે

વર્તમાનમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના પોર્ટફોલિયોમાં માત્ર એક જ ઈલેક્ટ્રિક વાહન કોના EV છે. કોના EVની કિંમત 23.75 લાખ રૂપિયાથી 23.94 લાખ રૂપિયાની વચ્ચે છે. (એક્સ-શોરૂમ, નવી દિલ્હી).

વધારે કિંમતના કારણે અત્યારે તે ઘણા લોકોની પહોંચથી દૂર છે. આવી સ્થિતિમાં એક સસ્તી EVથી ન માત્ર કંપનીના વધુ ગ્રાહકોની પહોંચમાં વધારો થશે, પરંતુ તેનાથી EVના વેચાણમાં પણ સુધારો થશે.

ગત વર્ષે સૌથી વધારે ટાટા નેક્સન EV વેચાઈ

ગત વર્ષે ટાટા નેક્સન EV ભારતમાં સૌથી વધુ વેચાયેલી ઈલેક્ટ્રિક કાર હતી. વર્તમાનમાં તેની કિંમત 13.99 લાખથી 16.40 લાખ (એક્સ-શોરૂમ, નવી દિલ્હી)ની વચ્ચે છે. તે હ્યુન્ડાઈ કોના EVની તુલનામાં ઘણી સસ્તી છે તેના કારણે તેનું સૌથી વધારે વેચાણ થાય છે. આવી સ્થિતિમાં હ્યુન્ડાઈ સસ્તી EV લાવીને એક મોટા ઓડિયન્સ ગ્રુપને આકર્ષિત કરશે અને ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં એક મોટો હિસ્સો કબજો કરવામાં મદદ મળશે.

અપકમિંગ EV મિની SUV હોઈ શકે છે

હ્યુન્ડાઈનું અપકમિંગ ઈલેક્ટ્રિક વ્હીકલ એક મિની SUV હોઈ શકે છે. ભારતમાં EV માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે ઓછો GST, અને કેટલાક રાજ્ય સરકારે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરે છે. લોકલ મેન્યુફેક્ચરિંગની સાથે હ્યુન્ડાઈને તેની કિંમત ઓછી રાખવામાં મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here