બજાજ ઓટોનો નવો પ્લાન્ટ : કંપની મહારાષ્ટ્રના ચાકનમાં 650 કરોડ રૂપિાયનું રોકાણ કરશે.

0
0

દેશની ટોપ ટૂ-વ્હીલર કંપનીઓમાંની એક બજાજ ઓટો મહારાષ્ટ્રના ચાકનમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. કંપનીએ કહ્યું કે, તે આ માટે 650 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે મેમોરેન્ડર ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવા અને નિકાસ વધારવા માટે કંપનીનું આ પગલું વિશાળ સાબિત થઈ શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023થી આ પ્લાન્ટમાં કામ શરૂ થશે. બજાજ ઓટોએ એક રેગ્યુલેટરી ફાઇલિંગ માં જણાવ્યું કે, આ યૂનિટમાં KTM, હસ્કવાર્ના અને ટ્રાયમ્ફ બ્રાન્ડના પ્રીમિયમ યtનિટ્સનું પ્રોડક્શન કરવામાં આવશે. આ પ્લાન્ટ પર કંપની બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર પણ બનાવશે.

બજાજ પાસે KTM અને ટ્રાયમ્ફની ભાગીદારી

બજાજ ઓટોનો KTM એજીમાં મોટો ભાગ છે અને કંપની ઇન્ડિયન માર્કેટ માટે 373cc સુધી કેપેસિટીવાળી KTM અને હસ્ક્વર્ના બાઇકનું પ્રોડક્શન કરે છે. વર્ષ 2020માં બજાજ ઓટોએ યુનાઇટેડ કિંગડમની મોટરસાઇકલ કંપની ટ્રાયમ્ફ સાથે ભાગીદારી કરી છે, જ્યાં આગળ વધતા માર્કેટ માટે બાઇક બનાવવા પર કરાર થયો છે.

બજાજનું ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ ઘટ્યું

  • ભલે ઓટો ઇન્ડસ્ટ્રી માટે વર્ષ 2020 સારું ન રહ્યું હોય પરંતુ બજાજ ઓટોનું કુલ વેચાણ આ વર્ષે નવેમ્બરમાં 5% વધીને 4,22,240 યૂનિટ થયું છે. નવેમ્બર 2019માં કંપનીએ 4,03,223 ટૂ-વ્હીલર્સ વેચ્યાં.
  • જો કે, ડોમેસ્ટિક માર્કેટમાં તેનું વેચાણ ગત વર્ષના નવેમ્બરમાં 2,07,775 યૂનિટ કરતાં 4% ઘટીને 1,98,933 યૂનિટ થયું છે. કંપનીનું કુલ વેચાણ 12% વધીને 3,84,993 યૂનિટ પહોંચી ગયું, જે ગત વર્ષના સમાન મહિનામાં 3,43,446 યૂનિટ હતું.
  • કંપનીનાં કોમર્શિયલ વ્હીકલ્સનું વેચાણ 38% ઘટીને 37,247 યૂનિટ થયું છે, જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 59,777 યૂનિટ હતું. નવેમ્બરમાં કંપનીની નિકાસ 14% વધીને 2,23,307 યૂનિટ થઈ છે. નવેમ્બર 2019માં કંપનીએ 1,95,448 વાહનોની નિકાસ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here