2020માં આ કંપની કરશે 34 ગાડીઓને લોન્ચ, જાણો શું છે ખાસ પ્લાન

0
17

volkswagen કંપની 2024 સુધીમાં 19 બિલિયનનું રોકાણ કરશે. જેમાંથી 11 બિલિયનને ઈ-મોબિલિટીમાં રોકશે. કંપની નવી SUVs, EVs અને Hyrbids ગાડીઓના 34 નવા મોડલ લોન્ચ કરશે.

  • 2020માં આવી શકે છે 34 નવી ગાડીઓ
  • volkswagen કંપની કરશે મોટું રોકાણ
  • SUVs, EVs અને Hyrbidsના નવા મોડલ્સ લાવશે

ઓટો સેક્ટરમાં હવે ઈલેક્ટ્રોનિક ગાડીઓનો ટ્રેન્ડ શરૂ થયો છે. કંપનીઓ પણ આ સેગમેન્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આજે એસયૂવી ગાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓ ઈલેક્ટ્રીક એસયૂવી (electric SUV) ગાડીઓ પર ફોકસ કરી રહી છે.

આ ગાડીઓને આપશે ટક્કર

હુંડઈ કોના, એમજી મોટર્સની જેડએસ ઈવી, ટાટાની નેક્સોન ઈલેક્ટ્રિક એસયૂવી પહેલાં જ માર્કેટમાં આવી ચૂકી છે. થોડા સમયબાદ મારુતિ અને કિઆ પણ ઈલેક્ટ્રોનિક એસયૂવી લોન્ચ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં વધતી સ્પર્ધાને જોતાં જર્મનીની મોટી કાર કંપની ફોક્સવેગને પણ ઈલેક્ટ્રિક, એસયૂવી અને હાઈબ્રિડ કારના ભવિષ્યને લઈને પણ મોટો પ્લાન કર્યો છે.

કંપની કરશે મોટું રોકાણ

કંપની એક નવી શરૂઆત કરવાની દિશામાં કામ કરી રહી છે. આવનારા સમયમાં લગભગ 34 નવી ગાડીઓ લોન્ચ કરવા જઈ રહી છે. ઓવરડ્રાઈવના રિપોર્ટ અનુસાર ફોક્સવેગન ફ્યૂચર ટેક્નોલોજીમાં મોટા રોકાણની સાથે નવા મોડલ્સ પણ લોન્ચ કરશે. કંપની 2024 સુધી 19 બિલિયનનું રોકાણ કરશે. જેમાં 11 બિલિયનનું રોકાણ ઈ-મોબિલિટી પર કરશે. કંપની નવી SUVs, EVs અને Hyrbids ગાડીઓને માટે 34 નવા મોડલ્સ લોન્ચ કરશે.

આવી રહી છે આ 2 ઈલેક્ટ્રિક ગાડીઓ

ફોક્સવેગનના સીઈઓ રાલ્ફ બ્રેંડસ્ટેટરનું કહેવું છે કે અમે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. અમે ઈ મોબિલિટીની સાથે બિઝનેસ કરીશું, અમારી બ્રાન્ડ 2024 સુધી 19 બિલિયન ફ્યૂચર ટેક્નોલોજીમાં રોકાણ કરશે અને ફોક્સવેગને ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈલેક્ટ્રિક સેગમેન્ટને લઈને મોટી ક્રાંતિની શરૂઆત કરી છે. અમારી નવી ગાડી ID.31નું વેચાણ ઉનાળામાં શરૂ થશે અને પછી અમે અમારી પહેલી ઈલેક્ટ્રિક એસયૂવી ID.Next2 માર્કેટમાં ઉતારીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here