મહેસાણા: સમી સેક્સકાંડમાં ડૉ. મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીના વીડિયો તેમના કમ્પાઉન્ડરે જ વાયરલ કર્યા હોવાનો ખુલાસો થયો છે. સમી પોલીસે બુધવારે મહેન્દ્ર મોદીના દવાખાનામાં અગાઉ કામ કરી ચૂકેલા અને હાલ સુરત રહેતા ઇરફાન નામના કમ્પાઉન્ડરની 3 કલાક પૂછપરછ કરી હતી, જેમાં તેણે વટાણા વેરી નાખ્યા હતા. ડૉ. મોદી સાથે ઝઘડો થતાં દુષ્કર્મના આ વીડિયો છ માસ અગાઉ ઉતાર્યાની કબૂલાત કરતાં પોલીસે ઇરફાનના 2 મોબાઇલ કબજે લીધા છે. તો ડો.મહેન્દ્ર મોદીએ પણ કબૂલ્યું છે કે વીડિયોમાં પોતે જ દેખાય છે. ડૉ.મોદીના રિમાન્ડ પૂરા થતાં તેની આઇપીસી કલમ 377 (સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય)ના ગુનામાં અટકાયત કરાઇ હતી.
પોલીસે ઈરફાનની સુરતમાં અટક કરી
ડોક્ટર પિતા-પુત્રની હવસ સંતોષતી ક્લિપિંગો ફરતી કરવામાં તેમના પૂર્વ કમ્પાઉન્ડરની સંડોવણી હોવાની મહેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલી શંકા આધારે પોલીસે તે તરફ તપાસ લંબાવી હતી. દરમિયાન, કમ્પાઉન્ડર ઇરફાનની સુરતથી અટક કરી બુધવારે સમી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરાઇ હતી. જેમાં તેણે જ વીડિયો ઉતાર્યાનું બહાર આવ્યું છે. આ સાથે બીજા બે યુવકોની પણ સંડોવણી હોવાનું મનાય છે. કંપાઉન્ડરે સારવાર રૂમના કબાટમાં મોબાઇલ ગોઠવી વીડિયો ઉતાર્યા હતા તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
બંને લંપટ પાટણ જેલમાં ઘકેલાયા
લંપટ ર્ડાકટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીને દુષ્કર્મના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં બુધવારે સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેને પાટણ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. દરમિયાન, અન્ય એક મુખમૈથુન કેસમાં પોલીસે મહેન્દ્ર મોદીની અટક કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેમાં કોર્ટે તેનો પાટણ જેલમાંથી પોલીસ યાદીના આધારે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા આદેશ કર્યો હતો.
Array
મહેસાણા : કમ્પાઉન્ડરે 6 મહિના પહેલા બાપ-બેટાના વીડિયો ઉતાર્યા હતા, વાઈરલ કરનારની અટકાયત
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -