અમદાવાદ : એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સ્થિતિ પહેલા જેવી નથી રહી

0
10

કોરોનાના કારણે એશિયાની સૌથી મોટી હોસ્પિટલની સ્થિતિ પહેલા જેવી રહી નથી. હાલ લોકો ચર્ચા કરી રહ્યા છે કે, જો સિવિલ હોસ્પિટલમાં એમ એમ પ્રભાકર જેવા ડોક્ટર અને કુશળ વહીવટકર્તા વ્યક્તિ હોત તો હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ન હોત. હવે સરકાર ખુદ સિવિલ હોસ્પિટલ માટે કોઈ નિર્ણય લઈને થોડા સમય માટે પણ પ્રભાકરને પાછા લાવે તો પરિસ્થિતિ ફરી કંટ્રોલમાં આવી શકે છે.

લોકો બચવાની આશા સાથે સિવિલ આવે છે

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં દર્દીઓ પોતે બચી જશે અને તેમને કોઈ તકલીફ નહીં પડે તેવી આશા સાથે આવે છે. પણ હવે આ સિવિલ હોસ્પિટલને જોઈને ખરેખર દયા આવી રહી છે.અહીંયા આવતા દર્દીઓને ગેટ પર કલાકો સુધી એમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડે છે. બીજી જગ્યાએ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સ્થિતિ પણ હવે કદાચ વહીવટકર્તા ડોક્ટર પાસે નથી રહી તેવું લાગી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલ આગળ 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે

સિવિલ હોસ્પિટલ આગળ 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે

હોસ્પિટલમાં એડમિટ માટે એમ્બ્યુલન્સમાં જ વેઈટિંગ રહે છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો સારવાર કરાવવા માટે આવતા હતા. અહીંયા લોકોએ પોતાના સ્વજનોને ચાલતા ઘરે લઈ ગયા છે.પણ હવે સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ કંઈક અલગ છે. હોસ્પિટલમાં આવતા લોકો તેમને હોસ્પિટલમાં એડમિટ કરશે કે કેમ અને ક્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ વેઈટિંગ કરવું પડશે તે નક્કી નથી.

પ્રભાકરે કોઠસૂઝથી કોઈ વિવાદ થવા ન દીધા

2020માં કોરોના અને લોક ડાઉન વચ્ચે સિવિલ હોસ્પિટલ પહેલી વખત કોરોનાં ટ્રીટમેન્ટ શરૂ કરી રહી હતી.પણ ક્યાંક કોઈ દર્દી કે સગને આટલી હદે તકલીફ પડી ન હતી. કારણ કે સરકારે તે વખતે સિવિલના સૌથી અનુભવી ડોક્ટર એમ એમ પ્રભાકરને સ્પેશિયલ ડ્યુટીનો રોલ આપ્યો હતો. જેમણે પોતાની કોઠાસૂઝ અને વ્યવસ્થા તેમજ વ્યવહારને કારણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કોઈ મોટો વિવાદ કે બૂમ પડવા દીધી ન હતી.

ડો. એમ એમ પ્રભાકરની ફાઈલ તસવીર

ડો. એમ એમ પ્રભાકરની ફાઈલ તસવીર

હોસ્પિટલ હાંફી ગઈ હોય તેવી સ્થિતિ

હવે પ્રભાકર સિવિલમાં રહ્યા નથી અને તેની અસર ફરી દેખાઈ રહી છે. હાલ 70 એમ્બ્યુલન્સ લાઈનમાં છે, લોકો 4 કલાક વેઈટિંગમાં હોસ્પિટલ બહાર, 108 સિવાય એન્ટ્રી નહીં અને રોજની કાળજું કપાવતી મૃતકોની સંખ્યા ખરેખર સિવિલ હોસ્પિટલ હવે હાંફી ગઈ હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા

2020 અને 2021માં સિવિલ હોસ્પિટલમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. અહીંયાના વહીવટકર્તા ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા. તેમજ અન્યને ફોન આપીને કહે છે કે, સાહેબ ફાઈલમાં સહી કરે છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ખૂબ ગંભીર સાબિત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here