Wednesday, April 17, 2024
Homeઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો સંઘર્ષ પાકિસ્તાન માટે વિનાશકારી: ઈમરાન ખાન
Array

ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો સંઘર્ષ પાકિસ્તાન માટે વિનાશકારી: ઈમરાન ખાન

- Advertisement -

ઇસ્લામાબાદ તા.18 જાન્યુઆરી 2020, શનિવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો સંઘર્ષ પાકિસ્તાન માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.

સાઉદી અરેબિયાને પોતાનો જિગરજાન દોસ્ત ગણાવતાં ઇમરાને એવો દાવો કર્યો હતો કે અમે તો ઇરાન સાથે પણ સદા સારા સંબંધો રાખતા રહ્યા છીએ.

આ બંને દેશો વચ્ચે લડાઇ ન થાય એ માટે અમે પણ સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. જર્મન મિડિયા ડૉઇચ્ત વીલેને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું કે અમે અત્યંત સંવેદનશીલ પાડોશમાં રહીએ છીએ. સાઉદી અરેબિયા અમારું જિગરજાન દોસ્ત છે. ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંઘર્ષ થાય તો પાકિસ્તાન માટે વિનાશકારી સાબિત થઇ શકે. અમે તો ઇરાન સાથે પણ સદા સારા સંબંધો રાખતા આવ્યા છીએ.

આ બંને વચ્ચે કોઇ જંગ ન થાય એ માટે અમે પોતે પણ સતત પ્રયાસો કરીએ છીએ. બંને વચ્ચે સમાધાનકારી વલણ પ્રવર્તે એ માટે મેં અમારા વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીને અગાઉ સાઉદી અરેબિયા મોકલ્યા હતા. તાજેતરમાં તહેરાનની મુલાકાત પણ લેવડાવી હતી. બંને પક્ષે સંયમ ટકી રહે એ માટે અમે સતત સાવધ રહીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular