સુરત : મનપાના નવા સીમાંકન સામે કોંગ્રેસે વાંધો રજૂ કરી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

0
5

મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના 30-વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશમાં વાંધો રજૂ કરી કોંગ્રેસ શહેર પ્રમુખ અને સિનિયર કોંગ્રેસ કાર્યકર્તાઓએ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું. જેની એક નકલ રાજ્ય ના ચૂંટણી આયોગ ને પણ મોકલી હતી. કોંગ્રેસે આ બાબતે કેટલાક મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા અને પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નવા વોર્ડોનું સીમાંકન ખૂબ જ ક્ષતિગ્રસ્ત, અન્યાયી, વિસંગતતાવાળું અને ગેરબંધારણીય હોય તેમજ BPMC એક્ટની વોર્ડ રચનાની કલમોનો સરેઆમ ભંગ થયો હોવાના આક્ષેપ કરાયા છે.

કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી
કોંગ્રેસે કહ્યું કે, રાજ્ય ચુંટણી આયોગ સ્વાયત અને બંધારણીય સંસ્થા છે તેણે ભારતના બંધારણ અનુસાર તમામ સમાજોને સરખું પ્રતિનિધિત્વ મળે તે મુજબનું સીમાંકન કરવું જોઈએ જે આ વોર્ડ રચના કે સીમાંકનમાં જણાતું નથી. માટે સુરત શહેરની જનતાના વિશાળ હિતમાં આ સમગ્ર વોર્ડ સીમાંકન રદ્દ થવાને પાત્ર છે અને જો તેમ ન કરવામાં આવે તો ના છૂટકે સુરત શહેરની જનતા અને તમામ સમાજોના હિતમાં અમો દ્વારા નામદાર ન્યાયાલયનું શરણ લેવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

ભાજપે સીમાંકનને હથિયાર બનાવ્યું-કોંગ્રેસ
શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ કહ્યું કે, ભાજપે ચૂંટણી તંત્રને હથિયાર બનાવી 30 વોર્ડ બનાવ્યા છે. તેમાં સીમાંકનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.કુદરતી નદી-નાળા રેલવે,રાજમાર્ગ, સ્ટેટ હાઈવે અને ટીપીના જે રસ્તા છે. મનપાના વહિવટનું ઘ્યાન રાખીને પણ વોર્ડ બનાવ્યા નથી. વસતિનો ક્રાઈટ એરિયાનું પણ ધ્યાન રાખ્યું નથી. સીધી લિટી કે ઝિગ ઝેટ કે કોમ્પેક્ટ વોર્ડ બનાવવાની જગ્યાએ વસતિ અને મતદારોને આધારે ભાજપે વોર્ડ બનાવ્યા તે અમને મંજૂર ન હોવાથી વાંધા અરજી આપવા આવ્યાં છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here