ડોર નૉક કરતાં જ ફ્રિજની અંદરનો સામાન જોઈ શકાશે, ઘર સેનિટાઈઝ કરશે રોબોટ

0
3

દુનિયાનો સૌથી મોટો ઈલેક્ટ્રોનિક શૉ CES 2021 સોમવારથી શરૂ થયો છે. પ્રથમ દિવસે LG અને સેમસંગ સહિત મોટી કંપનીઓએ પોતાની ઈનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરી છે. અમે તમને તેમાંથી કેટલીક પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારી લાઈફ સરળ બનાવશે.

1. સેમસંગનો રોબોટ ઘરની સફાઈ કરશે

સેમસંગે જેટબોટ 90 AI+ રોબોટ રજૂ કર્યો છે. આ એક વેક્યુમ ક્લીનિંગ રોબોટ છે અને તે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નિક પર કામ કરે છે. તેમાં Lidar અને 3D સેન્સર છે. તેની મદદથી રોબોટ ઘરની મેપિંગ કરે છે. તેમાં કેમેરા પણ છે જે ઘરને મોનિટરિંગ કરે છે. રોબોટ એપથી કનેક્ટ રહે છે. ક્લીનિંગ માટે તે પહેલાં જ્યાંથી બહાર આવે છે ક્લીનિંગ પછી ત્યાં જ જાય છે. અમેરિકામાં તેને જૂન સુધી લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ તેની કિંમત જાહેર કરી નથી.

2. LG CLOI UV-C રોબોટ: બેક્ટેરિયાનો નાશ કરે છે

UV લાઈટથી સજ્જ આ રોબોટ ઈન્ફેક્ટન્ટથી સુરક્ષા આપે છે. તેને હોટેલ ક્લાસરુમ, જિમ, રેસ્ટોરાં જેવી જગ્યાઓ પર બેક્ટેરિયા નાશ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. રોબોટમાં ઘણા એડવાન્સ સેન્સર્સ ઈઝી મેપિંગ કરે છે. તે આપમેળે નેવિગેટ કરે છે. તેમાં ઓટોમેટિક શટ ડાઉન થવા માટે બિલ્ટ ઈન સેફ્ટી લોક આપવામાં આવ્યું છે. સાથે જ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ માલુમ થતાં આપમેળે પોતાને બંધ કરી દે છે.

3. LG ઈન્સ્ટાવ્યૂ રેફ્રિજરેટર: નૉક કરવા પર દરવાજો ટ્રાન્સપરન્ટ થઈ જાય છે

ડોર ઈન ડોર ટેક્નોલોજીથી સજ્જ આ એક સાઈડ બાય સાઈડ રેફ્રિજરેટર છે. તે કાળા રંગનું છે. ખાસ વાત એ છે કે કાળા રંગના ડોર પર 2 વાર નૉક કરવાથી આ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. યુઝર ફ્રિજ ખોલ્યા વગર આરામથી અંદર રાખેલો સામાન જોઈ શકે છે. આ રેફ્રિજરેટર ઘણી એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે. તેના વૉટર ડિસ્પેન્સરમાં UV લાઈટ્સ લાગેલી છે, જે નોઝલને આપમેળે ક્લીન કરે છે. તે ક્યુબ, ક્રશ અને રાઉન્ડ એમ 3 પ્રકારના બરફ જમાવે છે.

4. લેનોવો થિંકરિયાલિટી A3 AR સ્માર્ટ ગ્લાસ: 1080 પિક્સલનો વીડિયો બનાવશે

ગ્લાસમાં સ્ટીરિયોસ્કોપિક 1080 પિક્સલ ડિસ્પ્લે છે. તેના યુઝર 5 વર્ચ્યુઅલ ડિસ્પ્લે ક્રિએટ કરી શકે છે. કંપનીનો દાવો છે કે થિંકરિયાલિટી A3ને 3D વિઝ્યુલાઈઝેશન, કસ્ટમાઈઝ્ડ વર્ચ્યુઅલ મોનિટર, AR અસિસ્ટ વર્કફ્લો સહિત ઘણા કામમાં ઉપયોગમાં લઈ શકાશે. સિલેક્ટેડ માર્કેટમાં તે જૂન મહિના પછી અવેલેબલ થશે. તેમાં 8MPનો કેમેરા અટેચ છે, જે 1080 પિક્સલ વીડિયો ક્રિએટ કરે છે. સાથે જ રૂમ સ્કેલ ટ્રેકિંગ માટે ડ્યુઅલ ફિશ આઈ કેમેરા છે.

5. LG ટ્રાન્સપરન્ટ OLED સ્માર્ટ બેડ: યુઝરના કમાન્ડથી ડિસ્પ્લે નીકળશે

બેડની બીજી બાજુ 55 ઈંચની OLED ડિસ્પ્લે છે, જે માત્ર યુઝરના કમાન્ડ આપવા પર જ બહાર આવશે. તે યુઝરની સ્લીપ પેટર્ન એનલાઈઝ કરે છે. સાથે જ અલાર્મ ક્લોકનું પણ કામ કરે છે. તેમાં રેગ્યુલેટર ટીવીની જેમ ડિસ્પ્લે ફંક્શન જોવા મળશે. તેના પર વીડિયો-ટીવી પણ જોઈ શકાશે. તેમાં ઈન બિલ્ટ સ્પીકર લાગેલા છે. કંપનીનો દાવો છે કે તેને સુવિધા પ્રમાણે ક્યાય પણ લઈ જઈ શકાય છે.