વડાપ્રધાનની જાહેરાત : કોરાનાની વેક્સીન દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ બનશે, કોઈ વંચિત નહીં રહે

0
7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો દરેક વ્યક્તિને આપવામાં આવશે. તેઓએ હાલના સમયે બદલાઈ રહેલ પરિસ્થિતિ છતાં વિશ્વભરમાં ન્યૂ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીનના સવાલ પર કહ્યું હું દેશને આશ્વાસીત કરવા માંગું છું કે જેવી વેક્સીન દેશમાં ઉપલબ્ધ થશે દરેકને વેક્સીન આપવામાં આવશે. કોઈને પણ બાકી રખાશે નહિ.

પ્રધાનમંત્રીએ એક ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉન લોકોનો જીવ બચાવવામાં કારગત નીવડ્યું છે. અર્થવ્યવસ્થા કેવી રીતે તેજીથી પાટા પર આવી ગઈ છે. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ હજી પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને લઈને આશાવાદી છે.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો ઇન્ટરવ્યૂ છે. વડાપ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો. ચીનનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યૂફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોરોનાના મામલામાં ભલે ઘટાડો આવ્યો હતો પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને મજબૂત કરીશું. કૃષિ કાયદા પર પીએમ મોદીએ કહ્યું કે વિશેષજ્ઞ લાંબા સમયથી આ સુધારોની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારોના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામની ઈચ્છા હતી કે આ સુધાર થાય. મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી એવું નથી ઈચ્છતી કે અમને તેનો શ્રેય મળે. અમે ક્રેડિટ પણ નથી ઈચ્છતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here