કોરોના વડોદરા : કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો, કુલ પોઝિટિવ આંક 154

0
8

વડોદરા. કુલ 154 વડોદરાવાસીઓ કોરોના સંક્રમિત બન્યાં છે. શનિવારે જાહેર થયેલા પોઝિટિવ કેસોમાં ગોત્રી જીએમઇઆરએસના ઓર્થોવિભાગના અને કોરોના વોર્ડમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતાં અંજુ પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂની બીમારી સાથેના ત્રણ દર્દીઓની બીજા રોગની સારવાર ચાલી રહી હતી ત્યારે તપાસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તાંદલજામાં બરાબર એક મહિના બાદ પોઝિટિવ દર્દી નોંધાયો

શહેરના સમા અને જ્યાં એક તબક્કે સૌથી વધુ ક્વોરન્ટાઇન થયેલા શહેરીજનો હતા તે દિવાળીપુરામાં પણ કોરોનાના પહેલા પોઝિટિવ કેસો નોંધાતાં આ વિસ્તારમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. જ્યારે વડોદરામાં કોરોનાના બીજા ક્રમના કોરોનાના પોઝિટિવ દર્દી અને કોરોનાને લીધે જેમનું મોત થયું હતું તે રેખાબેન શેઠના એસએસજીમાં દાખલ થયા પછી તાંદલજામાં બરાબર એક મહિના બાદ પોઝિટિવ દર્દી નોંધાયો હતો. તાંદલજાની ગુલાબવાટિકામાં રહેતાં રેખાબેનને ગત 18મી માર્ચે એસએસજીના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ઓપ્થેલ્મો વિભાગના તબીબો સહિત 25 ક્વોરન્ટાઇન થઇ ગયા

શનિવારે સમાની જે 58 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બે-ત્રણવાર ગોત્રી હોસ્પિટલમાં પોતાની તપાસ માટે ગયા હતા. તેઓ આંખોની તપાસના ઓપ્થાલ્મો વિભાગમાં ગયા હતા. જ્યાં તેમને તબીબોએ અને નર્સિંગ સ્ટાફે તપાસ્યા હતા. આ વિભાગ સહિતના ગોત્રીના 35થી વધુ તબીબો અને સંખ્યાબંધ નર્સિંગ સ્ટાફ ક્વોરન્ટાઇન થઇ ગયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશો આવી ગંભીર બાબતો પ્રત્યે પણ મૌન થઇને બેસી રહે છે.

ગોવિંદ રાજાઇને તપાસનાર RMO ડો. ઝવેરી ક્વોરન્ટીન

શુક્રવારે કોરોનાના પોઝિટિવ દર્દી અને ગોધરાના ગોવિંદ રાજાઇનું મોત થયું હતું. તેમને અગાઉ ગોત્રી હોસ્પિટલના RMO ડો. અજિત ઝવેરીએ તપાસ્યા હતા. તેથી તેઓ પણ 14 દિવસ માટે નિયમ મુજબ ક્વોરન્ટીન થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here