વીડિયો વાઈરલ : સુરત : સ્મીમેરમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં બનાવાયેલી કોરોના હોસ્પિટલમાં પાણી ભરાયા,

0
3

સુરત. શહેરમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં પાણી ભરાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

પાણીની ટાંકીનો વાલ્વ ચાલુ રહી જતા પાણી ભરાઈ ગયું

સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરી મલ્ટીલેવલ પાર્કિગમાં કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન ગત રોજ કોવિડ હોસ્પિટલમાં પાણીની ટાંકીનો વાલ્વ ચાલુ રહી જતા પાણી ભરાઈ ગયું હતું. કોરોનાના દર્દીઓ જે બેડ પર સૂતેલા હતા તેની નીચે પાણી ભરાતા દર્દીઓ ત્યાં જ સારવાર લેવા મજબૂર બન્યા હતા. જેમાં તંત્રની ધોર બેદરકારી સામે આવી હતી. સ્મીમેર હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે, ટાંકી ઓવરફ્લો થતા પાર્કિંગમાં બનાવાયેલી કોરોના હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. આ અંગે પાલિકા કમિશનરે પણ જણાવ્યું હતું કે, પાણીની લાઈનના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. કોરોના હોસ્પિટલમાં પાણી બહાર કાઢી દેવામાં આવ્યું છે.