જાણો, મશરૂમને પોતાના રેગ્યુલર ડાયેટમાં સામેલ કરવાથી શું ફાયદા થાય છે?

0
11

આ શિયાળામાં જો તમે ફિટ રહેવા ઇચ્છો છો તો મશરૂમને પોતાના ડાયેટમાં સામેલ કરો. તેમાં રહેલ બીટા ગ્લૂકોનના કારણે આ ન માત્ર એન્ટી ઇનફ્લેમેટરીના સ્વરૂપે કામ કરે છે પરંતુ કેન્સરના જોખમને પણ ઘટાડે છે. એક સ્ટડી અનુસાર, તમામ પ્રકારના મશરૂમમાં કેલોરી અને ફેટ ઓછું હોય છે. આ ઉપરાંત મશરૂમમાં પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી, વિટામિન ડી, કૉપર, પોટેશિયમ, ફૉસ્ફરસ, સેલેનિયમ, ફાઇટોકેમિકલ્સ અને એન્ટીઑક્સિડેન્ટ જેવા અન્ય પોષક તત્ત્વ પણ મળી આવે છે. જાણો, મશરૂમને પોતાના ડાયેટમાં સામેલ કરવાના ફાયદાઓ વિશે…

ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરે છે

પર્યાપ્ત પ્રમાણમાં પોષક તત્ત્વ હોવાને કારણે મશરૂમ તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરે છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડેન્ટ અને ફાઇટોકેમિકલ્સ તેને એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટીફંગલ બનાવે છે જે ન માત્ર મોસમી સંક્રમણથી બચાવે છે પરંતુ સીઝનલ બીમારીઓને પણ દૂર રાખે છે. મશરૂમનું સેવન વજન વધવાની સમસ્યાને પણ ઘટાડે છે.

હૃદયની બીમારીઓથી બચાવે છે

મશરૂમમાં રહેલ લીન પ્લાન્ટ પ્રોટીનના કારણે ન માત્ર તેમાં કેલોરીનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ ફેટ પણ નહીવત હોય છે. ગ્લૂટામેટ રાઇબોન્યૂક્લિયોટાઇડ્સની હાજરી રસોઇ દરમિયાન તેમાં મીઠાની કમી રહેતી નથી અને ઓછું મીઠું વપરાય છે જેનાથી બ્લડ પ્રેશર અને અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

શરીર અને મગજને જવાન રાખે છે

મશરૂમમાં રહેલ બે પ્રમુખ એન્ટી-ઑક્સિડેન્ટ- એર્ગોથાયોનીન અને ગ્લૂટાથિયોન ન માત્ર મગજ અને શરીરને સમય પહેલા વૃદ્ધ થવાથી બચાવે છે પરંતુ મગજના સેલ્સને સુરક્ષા પણ આપે છે. મશરૂમના સેવનથી વસ્તુઓ યાદ રાખવાની શક્તિ પણ વધે છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે, મશરૂમના સેવનથી ડિમેન્શિયા, પાર્કિંસન્સ અને અલ્ઝાઇમર જેવી બીમારીઓનું જોખમ ઓછુ થઇ જાય છે.

હાડકાંને મજબૂત બનાવે છે

મશરૂમમાં રહેલ વિટામિન ડી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ હાડકાંના નિર્માણની સાથે-સાથે તેને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. પોતાના ભોજનમાં મશરૂમને સામેલ કરીને હાડકાં સંબંધિત બીમારીઓ જેવી કે ઑસ્ટિયોપોરોસિસ, હાડકાંનાં દુખાવાથી બચી શકાય છે.

ડાઇજેશનને મજબૂત કરે છે

મશરૂમમાં પૉલીસેકેરાઇડ હોય છે જે પ્રીબાયોટિક્સ સ્વરૂપે કામ કરે છે. એટલા માટે મશરૂમ ખાવાથી ન માત્ર તમારું ડાઇઝેશનમાં સુધારો થાય છે પરંતુ આ તમારા પેટને પણ તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here