કોરોનાની વેક્સીન જ બની શકે છે માથાનો દુ:ખાવો, અધિકારીઓએ આપી ગંભીર ચેતવણી

0
6

બજારમાં કોરોનાની વેક્સીન ટુંક સમયમાં જ આવી જશે તેમ માનવામાં આવે છે. જોકે આ અસલી કોરોના વેક્સીનની સાથો સાથ બજારમાં નકલી વેક્સીન પણ આવે તેવી શક્યતા છે. જેવી કોરોનાની અસલી વેક્સીન બજારમાં આવશે કે અપરાધીઓ નકલી વેક્સીન બહાર પાડી શકે છે તેવી બ્રિટનના નેશનલ ક્રાઈમ એજન્સી ના અધિકારીઓએ ચેતવણી આપી છે.

એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનના અધિકારીઓએ તો અત્યારથી જ કોરોનાની બનાવટી વેક્સીનના વેચાણને રોકવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મહામારીના શરૂઆતના દિવસોમાં કેટલાક ગુનેગારોને નકલી પીપીઈ કીટ વગેરે પ્રકારની સામગ્રી વેચવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રિટનના નેશનલ ક્રાઇમ એજન્સીના ઇકોનોમિક ક્રાઇમ સેન્ટરના ડાયરેક્ટર જનરલ ગ્રેઇમ બિગરે જણાવ્યું હતું કે, વેક્સીનને લઈને નકલીધંધો શરૂ થવાનો મોટો ખતરો ઉભો થયો છે. જેવી વેક્સીન તૈયાર થઇ જશે તેની સાથે જ લૂને નકલી વેક્સીન આપનાર ગેંગ પણ સક્રિય થઇ જશે. તેને રોકવા માટે અમે પહેલા થી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ટોચના બ્રિટિશ અધિકારીએ જણાવ્યું હતું કે, અપરાધીઓની ગેંગ કોરોના વાયરને લઈને અનેક અપરાધિક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બનાવટી કોરોના વેક્સીન પણ વેચવાના પ્રયાસો થયા છે. આ અગાઉ અમેરિકા અને બ્રિટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વેક્સીન બનાવતી સંસ્થાઓ પર હેકર્સએ એટેક કર્યા હતા અને વેક્સીન સાથે સંકળાયેલ માહિતી ચોરી કરવાના હેતુથી હેકર્સે આ સાયબર હુમલા કર્યા હતા.

જાહેર છે કે, ફાઇઝર, ઓક્સફોર્ડ અને નૉવાવેક્સ સહીત અનેક કંપનીઓ વેક્સીન ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. આગામી કેટલાંક મહિનાઓમાં જ કોરોનાની વેક્સીન બજારમાં આવી શકે છે. ફાઇઝર કંપનીએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે 90% લોકોમાં વેક્સીનના અસરકારક પરિણામો જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here