કોરોના રસીની સંભાવના : દેશમાં વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની રસી આવે તેવી શક્યતા, સૌથી વધુ જોખમ ધરાવનાર લોકોને આ રસી માટે અગ્રિમતા અપાશેઃ સ્વાસ્થ્ય મંત્રી

0
3

કોરોના રસી વર્ષ 2021ની પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું. કોરોનાની રસી ચોક્કસ કઈ તારીખે લોંચ કરવામાં આવશે તે નક્કી નથી, પણ આ રસી વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. હર્ષ વર્ધને એમ પણ કહ્યું હતું કે સરકાર વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને ઉચ્ચ જોખમમાં કામ કરી રહ્યા છે તેમની કોવિડ-19 વેક્સીનેશનની ઈમર્જન્સી અધિકૃતતા માટે પણ વિચારણા કરી રહી છે. તે સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે પગલુ ભરવામાં આવશે.

મોટાભાગની વસ્તીને કોરોનાથી મુક્ત કરવા તે અંગે કોવિડ-19 માટેની વેક્સીન એડમિનિસ્ટ્રેશન બાબત પરનું નેશનલ એક્સપર્ટ ગ્રુપ એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. હર્ષ વર્ધન સન્ડે સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપતા આ માહિતી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર રસીના માનવીય પરિક્ષણો કરવામાં સંપૂર્ણપણે સાવધાની દાખવી રહી છે.

ખૂબ જોખમ ધરાવનાર માટે રસી સૌ પહેલા ઉપલબ્ધ બનશે, તેની પાછળનો ખર્ચ એ મુદ્દો નથી

રસીની સુરક્ષા, ખર્ચ, પારદર્શિતા, કોલ્ડ-ચાઈનની જરૂરિયાત, ઉત્પાદનની સમય સીમા વગેરે જેવા મુદ્દા અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે જેમને ખૂબ જ જરૂર છે તેમના માટે સૌ પહેલા રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તે માટે નાણાં ચુકવણીની બાબત અસ્થાને રહેશે. સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે યુકેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી લેનારમાં કેટલીક જટિલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ રસીને બાદમાં પરિક્ષણ માટે પુનઃ મંજૂરી આપી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે તેનો પહેલો ડોઝ લેવામાં ખુશી થશે, જેથી કોઈને એવું ન લાગે કે તેના પર વિશ્વાસ કરી ન શકાય. સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં ચાલી રહેલી રસીના પરીક્ષણ તથા તેમાં શુ પ્રગતિ થઈ છે તે અંગે પણ જાણકારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here