Tuesday, October 26, 2021
Homeકોરોના દુનિયામાં : રિપોર્ટમાં દાવો- ડિસેમ્બર 2019માં જ અમેરિકા પહોંચ્યો હતો કોરોના...
Array

કોરોના દુનિયામાં : રિપોર્ટમાં દાવો- ડિસેમ્બર 2019માં જ અમેરિકા પહોંચ્યો હતો કોરોના વાઇરસ, દુનિયામાં અત્યારસુધીમાં 2.97 કરોડ કેસ

દુનિયાભરમાં કોરોનાથી સંક્રમણનો આંકડો 2 કરોડ 97 લાખ 15 હજાર 706 થયો છે. સારી ખબર એ છે કે સાજા થનારા લોકોની સંખ્યા પણ 2 કરોડ 15 લાખથી વધુ છે, જ્યારે કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા 3 લાખ 38 હજારથી વધુ થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબની છે. હવે વાત કરીએ દુનિયાભરમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલી કેટલીક મુખ્ય ખબરોની…

યુએસ સેન્ટર્સ ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અમેરિકામાં કોરોના વાઇરસની અસર જાન્યુઆરી 2020માં શરૂ થઈ હતી. જોકે એક નવું સંશોધન આ દાવાને નકારી રહ્યું છે. યુસીએલએ અનુસાર, કોરોના વાઇરસ જાન્યુઆરી 2020માં જ નહીં, પરંતુ ડિસેમ્બર 2019માં યુએસ પહોંચ્યો હતો. આ રિસર્ચ જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ પર જાહેર કરવામાં આવ્યું છે.

રિસર્ચ ટીમે જોયું કે 22 ડિસેમ્બર પહેલાં અમેરિકાની ઘણી હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. મોટા ભાગના દર્દીઓમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવાની તકલીફ હતી. અમેરિકામાં પહેલો કેસ જાન્યુઆરીના મધ્યમાં સામે આવ્યો હતો. આ વ્યક્તિ ચીનના વુહાનથી પરત આવી હતી.

WHO : યુવાઓને જોખમ ઓછું

દુનિયાભરમાં કોવિડ -19ના જેટલા કેસો સામે આવ્યા છે, એમાં 20 વર્ષથી ઓછી વયના દર્દીઓમાં 10% કરતાં ઓછા છે. આ વયના માત્ર 0.2 ટકા લોકો જ મૃત્યુ પામ્યા છે. WHO દ્વારા મંગળવારે રાત્રે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે સંગઠને એમ પણ કહ્યું હતું કે આ અંગે વધુ રિસર્ચ જરૂરી છે, કારણ કે બાળકોને પણ એમાં સામેલ કરવા જોઈએ.સંગઠને કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આ વાઇરસ બાળકો માટે પણ જીવલેણ છે. તેમનામાં પણ હળવા લક્ષણો જોવા મળ્યાં છે. જોકે એ પણ સાચું છે કે તેમનો મૃત્યુદર ખૂબ ઓછો છે.

ન્યૂઝીલેન્ડ : વાઇરસ પર કાબૂ મેળવ્યો

ન્યૂઝીલેન્ડે એક વખત ફરી સખત ઉપાયો દ્વારા વાઇરસ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે. અહીં મંગળવારે સતત બીજા દિવસે કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જોકે એ ઉપરાંત આરોગ્યમંત્રાલય ખૂબ જ સાવધાની વર્તી રહ્યું છે. એ વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે, જ્યાં પહેલાં કોરોનાના કેસ આવ્યા હતા. સરકારે આઇસોલેશન અને ક્વોરેન્ટીનની સુવિધાને લઈ નવી જ રીતે ગાઇડલાઇન જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડમાં અત્યારસુધીમાં કોરોના વાઇરસથી 25 લોકોનાં મૃત્યુ થયા છે.

વડા પ્રધાન જેસિંડા અર્ડર્ને મંગળવારે કહ્યું હતું કે અમે પરિસ્થિતિને લઈને ક્યારેય બેદરકાર રહ્યા નથી. કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ક્યારેય પણ જીવલેણ બની શકે છે. પ્રતિબંધ સોમવાર સુધી લાગુ રહેશે.

યુનિસેફ : દુનિયાનાં અડધા વધુ બાળકો સ્કૂલે જઈ શકતાં નથી

મહામારીએ બાળકોને ઘણી જ અસર થઈ છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરિટા ફોરેએ કહ્યું હતું કે 192 દેશોનાં અડધાથી વધુ બાળકો શાળામાં જઈ શકતાં નથી. મહામારીની તેમના પર ભારે અસર થઈ છે. આશરે 16 કરોડ સ્કૂલનાં બાળકો ઘરે છે. ફોરેએ કહ્યું, એ દિલાસાની વાત છે કે દૂરના વિસ્તારોમાં રહેતાં લાખો બાળકો ટીવી, ઇન્ટરનેટ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments