Friday, March 29, 2024
Homeઆ દેશે જણાવ્યું કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવા દઇએ, જોઇએ તેટલો...
Array

આ દેશે જણાવ્યું કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવા દઇએ, જોઇએ તેટલો પુરવઠો આપીશું

- Advertisement -

સંયુક્ત અરબ અમીરાતે (UAE) ભારતને ખાતરી આપી છે કે તે ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો બાદ ભારતને કોઇપણ સંજોગોમાં ક્રૂડ ઓઇલ સપ્લાયમાં ઉણપ આવવા દેશે નહી. ભારતમાં સંયુક્ત અરબ અમીરાતના રાજદૂત અહમદ અલ બન્નાએ આ જાણકારી આપી છે.ભારતે સ્ટ્રેટે ઓફ હોર્મુઝમાં તેલની કિંમતોને પ્રભાવિત કરનાર ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કિંમતને યોગ્ય સ્તરે જાળવી રાખવામાં આવે તેવી સાઉદી અરબની સક્રિય ભૂમિકાની માંગ કરી છે.

સંયુક્ત અરબ અમીરાતના રાજદૂતે જણાવ્યું છે તે યુએઇએ ભારતને વચન આપ્યું છે અને આશ્વાસન આપ્યું છે કે તે ઇરાન પર અમેરિકાનો પ્રતિબંધ હોવા છતા પણ ક્રૂડ ઓઇલની થનારી કોઈ પણ પ્રકારની ઘટને પૂરી કરશે. અમે આવું ભૂતકાળમાં પણ કરી ચુક્યા છીએ અને અમે ભવિષ્યમાં પણ આમ જ કરીશું.

આ વર્ષે મે મહિનામાં અમેરિકા દ્વારા આપવામાં આવેલી છૂટ પૂરી થતાં ભારતે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ આયાત રોકી દીધી હતી. અલ બન્નાએ વધુમાં કહ્યું છે કે, ભારત અને UAE બંને દેશોની વચ્ચે 2007ની હવાઇ સેવા સંધિ અને ચાર ક્ષેત્રિય કરારને લઈને આગામી મહિનામાં બેઠક કરશે. જેનાથી બન્ને દેશોની વચ્ચે ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવાની પરવાનગી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજિત કાર્યક્રમ દરમિયાન રાજદૂતે આ વાત જણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular