કોરોનાથી બચાવ : WHOની સલાહ- પ્રતિબંધો હટાવનાર દેશ વધારે સાવચેત રહે, નહીંતર સંક્રમણ ફરીવાર ફેલાવાનું જોખમ

0
8

જીનીવા. વિશ્વમાં ઘણા દેશોએ કોરોના મહામારીના કારણે લગાવેલા પ્રતિબંધોને હટાવવાની શરૂઆત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આવા દેશોને સાવચેત રહેવાની અપીલ કરી છે. WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઈક રેયાને કહ્યું હતું કે હવે અમને થોડી આસા નજરે પડી રહી છે. વિશ્વના ઘણા દેશો લોકડાઉનને હટાવી રહ્યા છે. પરંતુ તેને લઈને વધારે સાવધાની રાખવાની જરૂર છે.

તેમણે કહ્યું કે જો બીમારી ઓછા પ્રમાણમાં હાજર રહે છે અને તેનાથી ક્લસટર્સની ઓળખ કરવાની ક્ષમતા ન હોય તો હંમેશા વાઈરસ બીજીવાર ફેલાવાનું જોખમ રહે છે. જે દેશ મોટા પ્રમાણમાં સંક્રમણ રોકવાની ક્ષમતા ન હોવા છતા પ્રતિબંધો હટાવી રહ્યા છે, તેઓ માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે.

સારું સર્વિલન્સ બીજીવાર વાઈરસને ફેલાતો રોકવામાં મહત્વનું સાબીત થશે

રેયાને કહ્યું કે મને આશા છે કે જર્મની અને દક્ષિણ કોરિયા નવા ક્લસટર્સની ઓળખ કરી શકશે. આ બન્ને દેશમાં લોકડાઉન હટાવ્યા પછી ફરીવાર સંક્રમણ ફેલાયું છે. આ બન્ને દેશમાં દેખરેખની વ્યવસ્થા પ્રસંશાને પાત્ર છે. સારું સર્વેલન્સ વાઈરસને ફરી ફેલાતું રોકવા માટે જરૂરી છે. અમે એવા દેશોના ઉદાહરણ સામે રાખીએ જે આપણી આંખો ખોલી રહ્યા છે અને પ્રતિબંધો હટાવવા ઈચ્છુંક છે. અમુક દેશો આંખો બંધ રાખીને બીમારીથી બચવાની કોશિશ કરે છે.

પ્રતિબંધો હટાવવા મુશ્કેલ અને કઠીન: ગેબ્રયેસસ

WHOના નિર્દેશક ડો. ટેડ્રોસ ગેબ્રયેસસે કહ્યું કે પ્રતિબંધો હટાવવા મુશ્કેલ અને કઠીન છે. જો તેને ધીમે-ધીમે હટાવવામાં આવશે તો જીવ અને રોજગાર બચાવી શકાશે. સંક્રમણની બીજો તબક્કો જોઈ રહેલા જર્મની, દ. આફ્રિકા અને ચીન જેવા દેશો પાસે તેનો સામનો કરાવ માટે તમામ પ્રણાલી હાજર છે. વેક્સીનની ગેરહાજરીમાં બચાવના ઉપાયો જ વાઈરસથી બચવાનું હથિયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here