દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું, 24 કલાકમાં 861 મોત સાથે કુલ કેસની સંખ્યા પહોંચી 21 લાખને પાર

0
4

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ સમયે દેશમાં કોરોનાના દર્દીઓનો આંક 21 લાખને પાર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 64399 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં અત્યારે 6 લાખ 28 હજાર 747 એક્ટિવ કેસ છે. જ્યારે 14 લાખ 80 હજાર 884 લોકો સારવારથી સાજા થયા છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાથી 43379 લોકોના મોત થયા છે.

  • દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર
  • 24 કલાકમાં કોરોનાના કુલ 64399 કેસ આવ્યા
  • 24 કલાકમાં કોરોનાથી 861 લોકોના થયા મોત

બિહારમાં શનિવારે આવ્યા આટલા કેસ
બિહારમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણને લઈને સૌથી વધુ એટલે કે 3996 નવા કેસ સામે આવ્યા છે. અહીં કોરોનાનો કુલ આંક 75786 પહોંચ્યો છે. સંક્રમણને કારણે જીવ ગુમાવનારાનો આંક 419 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 75426 કેસની તપાસ પણ થઈ છે.

મહારાષ્ટ્રમાં 24 કલાકનો આંક ચોંકાવનારો
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં એક વાર ફરી રેકોર્ડ કેસ એટલે કે 12822 કેસ આવ્યા છે. અહીં બીજા નંબરે આંધ્રપ્રદેશ છે. છેલ્લા 24 કલાકમાં 10080 નવા કેસ આવતા હાહાકાર મચ્યો છે.