Wednesday, September 28, 2022
Homeહળવદ : દિવાળી જેવો માહોલ , દેશવાસીઓએ કર્યું દીપ પ્રાગટય.
Array

હળવદ : દિવાળી જેવો માહોલ , દેશવાસીઓએ કર્યું દીપ પ્રાગટય.

- Advertisement -
કોરોના સામેની લડાઈ માટે લોકડાઉન લાગુ કરતા હાલ સમગ્ર દેશવાસીઓ એક સાથે લડવા ત્યાર છે  ત્યારે કોરોના સામે લડવા માટે દેશવાસીઓમાં અદભુત આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તે માટે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ જોગ સંબોધન કરીને રવિવારે રાત્રે 9 વાગ્યે લોકોને ઘરની લાઈટ બંધ રાખીને ઘરના દરવાજે કે બાલ્કનીમાં ઉભા રહીને દીપ પ્રગટાવવાની હાકલ કરી હતી.મોદીની આ અપીલને પ્રચંડ જન સમર્થન મળ્યું હતું.
તમામ લોકોએ પોતાના ઘરની લાઈટ બંધ કરી દીધી હતી અને ઘરના દરવાજે કે બાલ્કનીમાં ઉભા રહીને દિપક પેટાવ્યા હતા.તો ઘણા લોકોએ મોબાઈલની ટોર્ચની રોશની ફેલાવી હતી.મોટાભાગના લોકો એકીસાથે 9 મિનિટ સુધી આ રીતે પ્રકાશને ફેલાવતા રાત્રીના સમયે આ રોશનીનો અદભુત નજારો જોવા મળ્યો હતો.
પીએમ મોદીએ 5 એપ્રિલ એટલે આજે રાતે 9 વાગે ઘરની બહાર અથવા બાલકનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે, તેમાં ઘરના ઊમરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ જશે. બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઊમરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. વડાપ્રધાન અપીલને લઈ હળવદ ની શેરી તેમજ સોસાયટીમાં રહેતા લોકોએ ૯ મિનિટ  સુધી પોતાના ઘરની લાઇટો બંધકરી  ઘરની બહાર  દીપ પ્રજવલિત કર્યા હતા તે સાથે જ સોશિયલ ડિસ્ટટન્સ જળવી દીપ પ્રગટાવવા માં આવ્યા હતા.
હળવદ માં આવેલ સોસાયટીમાં ક્રિષ્ના પાર્કના યુવકો દ્રારા અનોખી રીતે દીવડા કરવામાં આવ્યાં જેમાં માં ઉમિયાની આરતી કરી  આવી ત્યારબાદ દીવડા પ્રજ્વલિટી કર્યા હતા. દીપ પ્રગટાવવી  દેશ ની એકતા ના દર્શન કરાવ્યા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular