અપગ્રેડ : દેશની સૌથી સસ્તી TVS Scooty Pep+ સ્કૂટર વધુ પાવરફુલ બની, સ્કૂટરની પ્રારંભિક કિંમત 51,754 રૂપિયા

0
8

દિલ્હી. દેશની ઓટોમોબાઇલ કંપની TVS Motorsએ લોકલ માર્કેટમાં તેનું લોકપ્રિય સ્કૂટર TVS Scooty Pep+ સ્કૂટરને નવા અફડેટેડ BS6 એન્જિન સાથે થોડા સમય પહેલાં જ લોન્ચ કર્યું હતું. કંપનીએ આ સ્કૂટરને એ વખતેમાત્ર તેની વેબસાઇટ પર અપડેટ કર્યું હતું. જેમાં તેના પાવર આઉટપુટ વગેરે વિશે કોઈ જાણકારી આપવામાં નહોતી આવી. પરંતુ હવેતેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની ડિટેલ્સ સામે આવી ગઈ છે. જૂનાં BS4 મોડેલ કરતાં આ સ્કૂટર વધારે પાવરફુલ થઈ ગયું છે.

નવાં BS6 TVS Scooty Pep+ના બેઝ વેરિઅન્ટની કિંમત 51,754 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 52,954 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જૂનાં મોડેલ કરતાં આ કિંમત અનુક્રમે 6,700 રૂપિયા અને 6,400 રૂપિયા વધારે છે. જો કે, કિંમત વધાર્યા વગર આ દેશનું સૌથી સસ્તું સ્કૂટર છે. કંપનીએ આ સ્કૂટરના એન્જિનમાં તો ફેરફાર કર્યો જ છે પણ સાથે તેમાં નવાં ફીચર્સ અને ટ્કનોલોજી પણ ઉમેરી છે.

આ સ્કૂટરમાં કંપનીએ 87.8ccની કેપેસિટીનું એન્જિન નાખ્યુંછે, જે હવે 5.36hp પાવર અને 6.5Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, જૂનાં BS4 મોડેલ 5hp પાવર અને 5.8Nm ટોર્ક જનરેટ કરતું હતું. આ સ્કૂટરમાં ભલે ફેરફાર કર્યો હોય પરંતુ તેનું વજન પહેલાં જેટલું જ છે. આ સ્કૂટરનું કુલ વજન 95 કિલો જ છે.

ફીચર્સ

નવાં BS6 TVS Scooty Pep+માં કંપનીએ કેટલાક સ્પેશિયલ ફીચર્સ સામેલ કર્યાં છે.તેમાં મોબાઇલ ચાર્જિંગ સોકેટ, લધારે યુટિલિટી સ્પેસ, સાઇડ સ્ટેન્ડ અલાર્મ વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here