GDPના આંકડા જાહેર : દેશની અર્થવ્યવસ્થાના બીજા કવાર્ટરમાં આવ્યો 7.5%નો ઘટાડો, તમામ અનુમાન ખોટા સાબિત થયા.

0
7

ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) GDPમાં 7.5%નો ઘટાડો નોંધાયો છે. જો કે આ ઘટાડો અત્યાર સુધીના તમામ વિશ્લેષકોના અનુમાનથી ઘણો જ ઓછો છે. તમામ વિશ્લેષકોએ 8%થી 12% સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી. સૌથી ઓછું અનુમાન ભારતીય રિઝર્વ બેંક (RBI)નું હતું. જેઓએ 8.6%ની ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. પહેલા ક્વાર્ટરમાં 23.9%નો ઘટાડો નોંધાયો હતો.

આંકડા મુજબ હાલના મૂલ્યના આધારે GDPની કુલ કિંમત ચાલુ નાણાંકીય વર્ષના બીજા છ માસમાં 85.30 લાખ કરોડ રૂપિયાની રહી છે. આ એક વર્ષ પહેલાં આ સમયગાળામાં 98.39 લાખ કરોડ રૂપિયાની હતી. એટલે કે આ આધારે 13.3%નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગત વર્ષે તેના પહેલાં જ વર્ષની સમાન અવધિમાં 7%નો ગ્રોથ નોંધાયો હતો.

8 કોર ઈન્ડસ્ટ્રીઝના આંકડામાં ઘટાડો

GDPના આંકડા જાહેર થયા તેના થોડા સમય પહેલાં જ 8 કોર ઈન્ડસ્ટ્રીઝના ઓક્ટોબર મહિનાના આંકડા જાહેર કરાયા છે. આ આંકડા મુજબ 8 કોર ઈન્ડસ્ટ્રીઝના આંકડા 124.2 પર ઓક્ટોબરમાં રહ્યાં છે. આ ઓક્ટોબર 2019ની તુલનાએ 2.5% ઓછા છે. એપ્રિલથી ઓક્ટોબર 2021ના ગ્રોથની વાત કરવામાં આવે તો તેમાં 13%ની ઘટાડો નોંધાયો છે.

બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા થોડી મજબૂત

પ્રથમ ક્વાર્ટરના પહેલાં બે મહિના એપ્રિલ અને મેમાં દેશમાં સંપૂર્ણપણે લોકડાઉન હતું. મેના અંતમાં આર્થિક પ્રવૃતિઓ અને અવરજવર શરૂ થઈ હતી. જો કે બીજા ક્વાર્ટરમાં સંપૂર્ણપણ અર્થવ્યવસ્થા ખુલી ગઈ છે. એવામાં GDPમાં ઘટાડો ઓછો નોંધાય તે સ્વભાવિક છે. રેટિંગ એજન્સીઓનું અનુમાન હતું કે બીજા ક્વાર્ટરમાં GDP 10થી 11% જેટલી ઘટી શકે છે.

RBIનું અનુમાન 8.6%ના ઘટાડાનો હતો

ભારતીય રિઝર્વ બેંકનું અનુમાન હતું કે GDPમાં 8.6%નો ઘટાડો રહેશે. મૂડીઝે 10.6, કેર રેટિંગે 9.9, ક્રિસિલે 12, ઈક્રએ 9.5% અને SBI રિસર્ચએ 10.7%નો ઘટાડો નોંધાશે તેવું અનુમાન કર્યું હતું. જે સેક્ટર્સમાં સારા પ્રદર્શનની આશા હતી તેમાં કૃષિ, બેંકિંગ અને ફાયનાન્સ તેમજ સર્વિસ સેક્ટર છે. જ્યારે કે મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રકશનમાં ઘટાડો આવી શકે છે.

લિસ્ટેડ કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે વધ્યો

ગુરૂવારે જ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)એ કહ્યું કે બીજા ક્વાર્ટરમાં લિસ્ટેડ કંપનીઓનો નફો 1.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. જે અત્યાર સુધી કોઈ એક ત્રિમાસિકમાં સૌથી વધુ નફાકારક છે. આ પહેલાં 2014ના ચોથા કવાર્ટરમાં 1.18 લાખ કરોડ રૂપિયાનો નફો નોંધાયો હતો.

GST કલેક્શન 1.05 લાખ કરોડ

ઓક્ટોબરમાં GST 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે એક વર્ષ પહેલાંની તુલનાએ વધુ છે. સાથે જ દેશની સૌથી મોટી બેંક SBIના રિપોર્ટ મુજબ નવેમ્બરમાં GST 1.08 લાખ કરોડ રૂપિયા રહેશે. આમ તો જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં ઘટાડો જ નોંધાયો હતો. જો કે ચીન અને અમેરિકા જેવા દેશોની અર્થવ્યવસ્થામાં સારો એવો વધારો જોવા મળ્યો હતો. ચીનની અર્થવ્યવસ્થા 4% તો અમેરિકાની 33% વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here