Wednesday, September 29, 2021
Homeજુલાઈમાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલર થઈ
Array

જુલાઈમાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલર થઈ

પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ અને હીરા તથા ઝવેરાતના ક્ષેત્રે સારી વૃદ્ધિના લીધે જુલાઈમાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલર થઈ હતી, એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આંકડામાં જણાવાયું હતું.

આ સમયગાળા દરમિયાન આયાત પણ 59.38 ટકા વધીને 46.40 અબજ ડોલર થઈ હતી. તેના લીધે વેપારખાધ 11.23 અબજ ડોલર હતી. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, હીરા અને ઝવેરાતની નિકાસ જુલાઈમાં વધીને 3.82 અબજ ડોલર, 2.82 અબજ ડોલર અને 1.95 અબજ ડોલર થઈ હોવાનું આંકડા દર્શાવે છે.

જો કે તેલીબિયા, ચોખા અને માંસ, ડેરી અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સની નિકાસમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ હતી. આ જ રીતે પેટ્રોલિયમ, ક્રૂડ અને પ્રોડક્ટ્સની આયાત 97 ટકા વધીને 6.35 અબજ ડોલર થઈ હતી. સોનાની આયાત 135.5 ટકા વધીને 2.42 અબજ ડોલર થઈ હતી. જ્યારે રત્નો, કીમતી અને અર્ધકીમતી પથ્થરોની નિકાસ જુલાઈના અંતે 1.68 અબજ ડોલર હતી.

પણ પરિવહન સાધન, પ્રોજેક્ટ ગૂડ્સ અને ચાંદીની નિકાસમાં નકારાત્મક દર જોવા મળ્યો તો. યુએસ. યુએઈ અને બેલ્જિયમની નિકાસ 2.4 અબજ ડોલર, 1.21 અબજ ડોલર અને 48.9 કરોડ ડોલર થઈ હતી.

જુલાઈ સુધી ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ 400 અબજ ડોલરના લક્ષ્યાંક સામે 32.64 ટકા થઈ હતી. બાકીના આઠ મહિના દરમિયાન ભારતે 269.44 અબજ ડોલરની નિકાસનું એટલે કે પ્રતિ માસ 33.68 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કરવાનું છે, એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

આ આંકડા પર ટિપ્પણી કરતા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના પ્રમુખ એ સક્તિવેલે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન વૈશ્વિક માંગમાં તેજી જોવા મળતા નિકાસકારોના ઓર્ડર બૂકિંગમાં પણ ઉછાળો જોવાયો હતો. હવે તાકીદની જરુરિયાત એ છે કે વેપાર અને ઉદ્યોગના મગજમાંથી અનિશ્ચિતતા દૂર કરવા રેમિશન ઓફ ડયુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સ્પોર્ટેડ પ્રોડક્ટ્સ) (આરઓડીટીિઇપી) અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments