ઓનલાઈન ધમકી, મજાક કે ગુસ્સો કરાવે તેવા મેસેજ કરનાર સામે ગાંધીનગરમાં દેશનું પ્રથમ એન્ટિ સાયબર બુલિંગ યુનિટ કાર્યરત

0
9

હાલના સમયમાં ગુનેગારો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ક્રાઇમને અંજામ આપે છે અને અમુક અંશે તેઓ સફળ પણ રહ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થા નામે પોલીસ હવે સોશિયલ મીડિયા થકી કે ઓનલાઈન વિશ્વમાં થતી કનડગતથી હતાશ થવાની જરૂર ન રહે તે માટે ગુજરાતમાં જુલાઈમાં ભારતનું સૌપ્રથમ એન્ટિ સાયબર બુલિંગ યુનિટ શરૂ કરાયું છે.

મોટા શહેરો અને રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન

જુલાઈમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કરીને ઓનલાઈન કનડગત કરનારા સાયબર ગુનેગારોને પકડવા ગુજરાત પોલીસે ગાંધીનગરમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં CID ક્રાઈમ અને સાયબર ક્રાઈમ, વિવિધ રેન્જના મળી કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત શહેર જેવા મોટો શહેરોમાં પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે.

સાયબર બુલિંગ શું છે?

અસામાજીક અને લુખ્ખા તત્વો માટે મોબાઈલ એક નવું હથિયાર છે. તે કોઈપણ વ્યક્તિને મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર કે ઈન્ટરનેટના માધ્યમથી ડરાવવા, ધમકાવવા, મજાક ઉડાવવા, અપમાન કરવા કે ગુસ્સો કરવા માટે ઉપસાવે તેવા મેસેજ કરે તો તેને સાયબર બુલિંગ કહેવામાં આવે છે.

સાયબર બુલિંગમાં બચવા માટે હેલ્પલાઈનની મદદ લો

મોબાઈલ કે ઈન્ટરનેટ થકે કોઈપણ રીતે તમારી સાથે આ પ્રકારની કનડગત થતી હોય તો ડર્યા વગર હેલ્પલાઈન નંબર 100 અને 112 (નવા બનેલા જિલ્લા માટે હેલ્પલાઈન) પર ફરિયાદ કરી શકો છો. ત્યાં તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. ઉપરાંત ફોન કરનારની ઓળખને પણ ગુપ્ત રાખઈને સાયબર અપરાધીનો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી થશે.

એન્ટિ સાયબર બુલિંગ યુનિટ

ગુજરાતનું પ્રથમ એન્ટિ સાયબર બુલિંગ યુનિટ અંતર્ગત ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેના અંતર્ગત ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લા માટે ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરાયું છે. રેન્જ આઈજીપી કચેરી સેક્ટર-27 ખાતે તૈયાર કરવામાં આવેલા સાઈબર પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. પોલીસ મહાનિરીક્ષકના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટેશન કામ કરે છે. ગુનાઓની ત્વરીત કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની રચના કરી છે. સાયબર ક્રાઈમના ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલા ગુનાઓની ત્વરીત કાર્યવાહીના હેતુ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here