દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં, ગાંધીનગરથી CM રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું

0
0

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરનું ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે. રાજકોટના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા-પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે.

ગુજરાતમાં આજે કોરોના દર્દીઓનો રિકવરી રેટ 78 ટકા જેટલોઃ CM

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ગુજરાત સરકારે છેલ્લા પાંચ મહિનામાં સઘન પગલા ભર્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં આજે કોરોના દર્દીઓનો રિકવરી રેટ 78 ટકા જેટલો છે. ગુજરાતમાં આજે પ્રતિદિન 50 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તેમજ તમામ જિલ્લાઓમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ માટે પુરતા પ્રમાણમાં દવાઓ, વેન્ટિલેટર અને બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્યમાં 1100 જેટલા ધવન્તરી રથ શરૂ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધર્યુ છે. જેની નોંધ તાજેતરમાં WHO અને નીતિ આયોગે લઈને આ મોડેલને દેશના અન્ય રાજ્યોમાં પણ અમલ કરવા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here