- Advertisement -
દિલ્હીના લીકર પોલીસી કેસમાં મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે. મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનમાત રાખ્યો છે. જોકે હાલ દિલ્હી હાઈકોર્ટ સિસોદિયાને થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે.
દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને પોલીસ કસ્ટડીમાં પત્ની સાથે મળવાની પરવાનગ આપી છે. હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે સિસોદિયાની પત્નીનો મેડિકલ રિપોર્ટ આવતીકાલ સાંજ સુધીમાં જમા કરાવવા માટે કહ્યું છે.
દિલ્હી કોર્ટે શરત લગાવતા કહ્યું કે મનીષ સિસોદિયા વચગાળાના જામીન દરમિયાન મીડિયા સાથે વાત કરશે નહીં. પરિવાર સિવાય તે કોઈની પણ સાથે વાત કરશે નહીં, મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરશે નહીં. મનીષ સિસોદિયાની પત્નીની તબિયતના પગલે વચગાળાના જામીન માંગવામાં આવ્યા છે.