અમદાવાદ : નારોલ બ્લાસ્ટ 14નાં મોત મામલે સંડોવાયેલા આ આરોપીને કોર્ટે આપ્યા જામીન

0
19

નારોલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં ઝડપાયેલા આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટે ચોક્કસ શરતોને આધારે જામીન પર મુક્ત કર્યો છે. નારોલ બ્લાસ્ટ મામલે પોલીસે 62 વર્ષિય નાનુભાઇ ઘેલાભાઇ ભરવાડની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, કેસમાં કોઇ રોલ નથી, વૃદ્ધ છું, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી કોર્ટે જામીન પર મુક્ત કરવો જોઇએ.

જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, આરોપીની બેદરકારી છે, તેને જ શેડ ભાડે આપ્યા હતા જેથી જ આ ઘટના બની છે તેથી આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને ભારત ન છોડવુ, પોલીસ તપાસમાં સહકાર આપવો, પુરાવા કે સાક્ષી સાથે ચેડા ન કરવા, કાયમી રહેઠાણુનો પુરાવો આપવો, પાસપોર્ટ તપાસ અધિકારીને જમા કરાવવો સહિતની શરતોને આધારે જામીન પર મુક્ત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here