Monday, December 5, 2022
Homeમુંબઈથી ગણપતિ ઉત્સવ : લાલબાગના રાજાનો દરબાર ખાલી, એક મોટી સ્ક્રીન પર...
Array

મુંબઈથી ગણપતિ ઉત્સવ : લાલબાગના રાજાનો દરબાર ખાલી, એક મોટી સ્ક્રીન પર છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા વીડિયોની સામે લોકો હાથ જોડીને માથુ ટેકવી રહ્યાં છે

- Advertisement -

મુંબઈના જાણીતા ગણપતિ પંડાલોમાં આ વર્ષે દર વર્ષની જેમ ગણપતિ બાપ્પા મોરયા સંભાળાઈ રહ્યું નથી. પોલીસની હાજરીમાં ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે. પંડાલોમાં ભકતો દેખાઈ રહ્યાં નથી. અંધેરીના રાજાનો આ વખતે પંડાલ લગાડવામાં આવ્યો નથી. માત્ર સ્ટેજ છે. જેની પર માત્ર ત્રણ ફુટના ગણપતિ એકલા બિરાજમાન છે. આ વ્યવસ્થા સંભાળી રહેલા સુબોધ ચિટનીસ જણાવે છે કે ગણપતિના દર્શન ઓનલાઈન કરવામાં આવ્યા છે.

સમગ્ર અંધેરી બાપ્પાના ઓનલાઈન દર્શન કરી શકે છે. થોડા ઘણા લોકો જ ગણપતિને પ્રસાદ ધરાવા આવી રહ્યાં છે. દરેકને એક-એક કરીને સેનેટાઈઝ કર્યા પછી જ સ્ટેજની પાસે જવા દેવામાં આવી રહ્યાં છે. ગણપતિ સ્ટેજ લગભગ હજાર મીટર દૂર છે. લગભગ 500 મીટર પર એક તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે. જેમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. સુબોધ ચિટનીસનું કહેવું છે કે આમ તો ઓનલાઈન દર્શન દર વર્ષે કરવામાં આવે છે, જોકે એવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે આપણે લોકોને સામેથી ઓનલાઈન દર્શન કરવાનું કહી રહ્યાં છે.

લાલબાગના રાજાઃ ગણપતિ સ્થાપિત ન કરીને આરોગ્યત્સવના રૂપમાં મનાવવાનો નિર્ણય

માનતાઓના માલિક લાલબાગના રાજાનો તો આ વખતે પંડાલ જ બનાવવામાં આવ્યો નથી. લાલબાગના રાજા ગણેશ મંડળના અધ્યક્ષ બાબા સાહેબ સુદમ કાંબલે કહે છે, જો અમે નાની મૂર્તિ પણ સ્થાપિત કરીએ છીએ તો પણ પ્રત્યેક દિવસે દર્શન માટે 3-4 લાખ લોકોનું આવવાનું નક્કી હતું. સામાન્ય તહેવાર પર લાલબાગના રાજાના દર્શન માટે 12થી 15 લાખ લોકો દર્શન માટે આવે છે. આ વખતે અહીં ગણપતિ સ્થાપિત ન કરીને આરોગ્યત્સવ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લાલબાગના રાજાને ત્યાં એક મોટી સ્ક્રીન લાગી છે, તેમાં અગાઉના વર્ષોની ગણપતિની પ્રતિમાઓના દર્શન થઈ રહ્યાં છે. ભકતોની શ્રદ્ધા એવી છે કે લોકો તેના દર્શન માટે પણ આવી રહ્યાં છે અને શ્રદ્ધાથી માથુ ટેકવી રહ્યાં છે. અહીં કોઈ મૂર્તિ પણ નથી છતાં લોકો અહીં દર્શન માટે આવી રહ્યાં છે.

1934 પછી પહેલીવાર એવુ થયું છે કે, બાધા-આખડીઓના રાજા લાલબાગનો દરબાર ખાલી છે. જોકે તેમ છતાં આ વિસ્તારમાં રોનક જળવાઈ રહી છે. લોકોની અવરજવર જોવા મળી રહી છે. પૂજા-પાઠના સામાનની દુકાન પણ ખુલી છે. લાલબાગ ગણેશ મંડળના સચિવ સુધીર સાલ્વે જણાવે છે કે, આ રાજાનું 87મું વર્ષ છે. આટલા વર્ષોમાં આવું પહેલીવાર થયું છે કે, અહીં ગણેશોત્સવ મનાવવામાં નથી આવ્યો.

ચિંચપોકલી: પંડાલમાં માત્ર પોલીસ અથવા આયોજકો

ચિંચપોકલીના રાજા પણ એકલા છે. પોલીસ અધિકારી વ્યવસ્થા સંભાળી રહેલા લોકોને આદેશ આપી રહ્યા છે. વ્યવસ્થા માટે જવાબદાર મહેશ પેડનેરકર જણાવે છે કે, ડોનેશનમાં ભેગા થયેલા પૈસાથી તેઓ સામાજિક સેવા કરશે. બાપ્પાના દર્શનથી લઈને પ્રસાદ સુધી બધુ ઓનલાઈન મળી રહ્યું છે. ચિંચપોકલી ગણેશ પંડાલનું આ 100મું વર્ષ છે. કોરોના ન હોત તો આ વર્ષે ચિંચપોકલીનો ઉત્સવ ભવ્ય રીતે મનાવવાનો ઈરાદો હતો. પરંતુ અત્યારે એક સામાન્ય પંડાલમાં માત્ર સ્ટેજ છે અને ખૂબ ઓછું ડેકોરેશન કરવામાં આવ્યું છે. લોકો આવે છે અને એક-એક કરીને બાપાને થાળીમાં ભોગ ધરાવીને જતા રહે છે. પંડાલની આસપાસ ક્યાં તો પોલીસ છે અથવા આયોજકો.

ગિરગાંવ: ત્યારે આરતીમાં કોડવર્ડ બોલવામાં આવતા હતા જે અંગ્રેજો પકડી નહતા શકતા

કેશવજી નાયક ચાલ ગિરગાંવની કહાની ખૂબ રસપ્રદ છે. અહીંના ગણેશોત્સવને 128 વર્ષ થઈ ગયા છે. માનવામાં આવે છે કે, અહીંના ગણેશોત્સવની આઝાદીની લડાઈમાં ખૂહ મહત્વની ભૂમિકા છે. અહીંના આયોજક જિતેન્દ્ર જણાવે છે કે, બાળ ગંગાધર તિલકના પુણેમાં થયેલા ભાષણ પછી અહીં ગણેશ ઉત્સવનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. ભાષણમાં બાળ ગંગાધર તિલકે વધુમાં વધુ લોકો સુધી તેમની વાત પહોંચાડવાની પદ્ધતિઓ વિશે વાત કરી હતી.
જિતેન્દ્રના જણાવ્યા પ્રમાણે તે સમયે અહીં આરતીમાં એવા કોડવર્ડ બોલવામાં આવતા હતા જે આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હતા અને અંગ્રેજ જાસુસ તેને પકડી નહતા શકતા. અહીંના ગણેશોત્સવમાં આઝાદીના આંદોલન સાથે જોડાયેલા ઘણાં શૂરવીર ભાગ લેતા હતા. કારણકે તેમને અહીંથી આગામી કામના આદેશ જાહેર કરવામાં આવતા હતા. અહીંના લોકોનો દાવો છે કે, અહીંથી મુંબઈનો પહેલો ગણેશોત્સવ શરૂ થયો હતો. તે ઉપરાંત અહીં 128 વર્ષથી એક જેવી જ મૂર્તિ બનાવવામાં આવે છે. તેને હાલ તે સમયના મૂર્તિકારની ચોથી પેઢી બનાવી રહી છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.

સામાન્ય રીતે ગણેશોત્સવમાં અહીં આ ઈતિહાસને દેખવા અને જાણવા દિવસે હજારો લોકો આવતા હોય છે, પરંતુ આ વખતે અહીં શાંતિ છે. બેસવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી કોઈ ઈચ્છીની પણ અહીં આવી ન શકે. અત્યારે અહીં બહુ ઓછા લોકો આવે છે અને દર્શન કરીને જતા રહે છે. પરંતુ ઐતિહાસીક રીતે અહીંના ગણેશોત્સવનું ખૂબ મહત્વ છે.

ગિરગાંવ અને મરીન ડ્રાઈવ પાસે ચંદનવાડીના ગણેશ પંડાલ પણ માત્ર સ્ટેજ લાયક જ બનાવવામાં આવ્યા છે. લોકો આવી નથી રહ્યા. જે લોકો આવે છે તે ઘરેથી માસ્ક પહેરીને આવ્યા હોય છે. ભક્તો દૂરથી દર્શન કરીને ખૂબ ઝડપથી ત્યાંથી પસાર થઈ જાય છે. દરેક જગ્યાએ પોલીસ હાજર છે. સ્ટેજની બાજુમાં જ આર્ટીફિશિયલ તળાવ બનાવવામાં આવ્યું છે. પંડાલોમાં ખૂબ ઓછું ડેકોરેશન કરવામાં આવ્યું છે. મૂર્તિઓની સાઈઝ પણ ખૂબ નાની રાખવામાં આવી છે. જેથી તેના વિસર્જનમાં એક અથવા બે લોકોની જ જરૂર પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular