નવસારી : પિતરાઇ ભાઇઓએ સગીર બહેનને પીંખી નાખી, ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ફૂટ્યો ભાંડો

0
7

નવસારીમાં ભાઇ-બહેનના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ત્રણ પિતરાઇ ભાઇઓએ સગીર વયની બહેનને પીંખી નાખી, એટલું જ નહીં 12 વર્ષની બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. બહેનને પીંખી નાખર ત્રણેય આરોપીઓ સગીર વયના છે. હાલ આ મામલે પોલીસે ત્રણેય સગીર આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બાળકીને સારવાર માટે વલસાડ ખાતે ખસેડવામાં આવી છે.

ખેરગામમાં 12 વર્ષની બાળકી ઘરમાં એકલી હતી. તે દરમિયાન કળિયુગી પિતરાઇ ભાઇઓએ બહેન પર દાનત બગાડી હતી. એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેણે વિરોધ કરતા તેની મારી નાંખવાની ધમકી આપી હતી.

જો કે ધમકીના કારણે બાળકી કંઇ બોલી શકતી નહતી. પરંતું ગત રોજ અચાનક બાળકીને પેટમાં ઉખાવો ઉપડતા તેને હોસ્પિટલ ચેકઅપ માટે લઇ જવામાં આવી હતી. જ્યાં બાળકીને ગર્ભ રહી જતા હોવાનું માલૂમ પડતા આરોપી ભાઇઓની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.

બાળકીના માતાપિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે, અને પોતાની દીકરી સાથે આવુ કૃત્ય કરનારા સગીર ભાઈઓને સજા કરવાની માંગ કરી છે. દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓની ઉંમર 14,13,10 વર્ષની છે. જ્યારે કે બાળકીની ઉંમર માત્ર 12 વર્ષની છે. ત્યારે ખેરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here