ગાયના પેટમાંથી નીકળ્યું 52 કિલો પ્લાસ્ટિક, સિરિન્જ અને સિક્કા

0
0

તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જણાવ્યું કે, મદ્રાસ વેટરનરી હોસ્પિટલના ડોક્ટરોએ 6 વર્ષની ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કચરો, સિરિન્જની સોય, નાખ, સિક્કા અને ભોજનને પેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી હતી. મુખ્યમંત્રીએ ગાયનું ઓપરેશન કરનારા ડોક્ટરની પ્રશંસા કરી હતી.

ગાયનો માલિક મુનિરત્નમે તેને લઈને હોસ્પિટલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવાનું છોડી દીધું છે. આથી ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોક્ટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે. માટે ડોક્ટરોએ ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

ડો. બાલા સુબ્રમણિયમના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આમ 5 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, ગાયના પાચનતંત્રમાં 75% પ્લાસ્ટિકનો કચરો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ જણાવ્યું કે, ગાયની તબિયત સારી છે અને હવે તે ખોરાક લઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક માત્ર પ્રયાવરણ જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ગાયે આ કચરો પાછવા 2 વર્ષમાં ગ્રહણ કર્યો હતો. ગાયના ઉપચાર દરમ્યાન ડૉક્ટરોએ ગાયના પેટમાં પ્લાસ્ટિક મળ્યું હતું. જેને કારણે ગાય પાછલા દિવસોથી કાંઈ પણ ખાય રહી નહોતી. ડૉક્ટરો અનુસાર, ગાય હવે સ્વસ્થ છે અને બરાબર રીતે ખાઈ પણ રહી છે.

તેમણે કહ્યું કે, આ રીતે રસ્તા પર કચરો ફેલાવવાના કારણે ગાયો તેના સંપર્કમાં આવે છે. જેને લઈને તેની તબિયત પર માઠી અસર પહોંચે છે. ડૉક્ટરોએ અપીલ કરી છે કે, લોકો રસ્તા પર આમ-તેમ કચરો ફેંકે નહિ. જેને કારણે પ્રાણીઓએ તેનો ભોગ આપવો પડે છે. જે ખૂબજ ગંભીર બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here