દહેગામ : રખિયાલ ગામે આવેલા ૪૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલ ગાયને સ્થાનિક અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી.

0
11

દહેગામ તાલુકાના રખિયાલ ગામે આવેલા એક અવાવરૂ કુવામાં ગાય પડી.
તાલુકાના સ્થાનિક અધિકારીઓએ ઘટનાસ્થળે આવી પહોંચ્યા
ફાયર બ્રિગેડ બોલાવીને કૂવામાંથી ગાયને કાઢવામાં આવી.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ રખયાલ ગામના હરેશભાઈ બાબુભાઈના ખેતરમાં પોતાના માલિકનો અવાડુ 40 ફૂટ ઊંડો એક કૂવો આવેલો છે. આ કૂવામાં ગઈકાલે અચાનક એક ગાય પડી જતાં કેટલાક લોકોએ ગાયને જોતા આજે સવારે રખિયાલ ગીતાબેન સરપંચને જાણ કરતા ગીતાબેન દહેગામ મામલતદારસિંહ એચ.એલ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી રૂબી બેન રાજપુત ને જાણ કરતા આ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે આવીને સ્થળની મુલાકાત લઇ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને બોલાવી ભારે જહેમત બાદ આ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here