Tuesday, January 18, 2022
HomeIPL 2020 : ધોનીને લઈને આ ક્રિકેટરનું મોટું નિવેદન, 15 કરોડ માટે...
Array

IPL 2020 : ધોનીને લઈને આ ક્રિકેટરનું મોટું નિવેદન, 15 કરોડ માટે રિલીઝ કરે CSK

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે 2021ની IPL માટે મોટી હરાજી થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રિલીઝ કરી દેવો જોઇએ. ચોપરાનું માનવું છે કે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ જો આ વખતે ધોનીને રિટેઇન કરશે તો આ માટે તેને 15 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

રિટેઇન કરશો તો 15 કરોડ આપવા પડશે

ચોપરાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે જો મોટી હરાજી થાય છે તો ચેન્નાઈએ ધોનીને રિલીઝ કરી દેવો જોઇએ. હું એમ નથી કહેતો કે તમે તેને ટીમમાં રાખો નહીં પરંતુ જો તમે તેને રિટેઇન કરશો તો 15 કરોડ આપવા પડશે. હવે જો ધોની ટીમમાં રહે છે તો તે 2021ની આઇપીએલમાં રમશે અને તમને 2022ની સિઝન માટે 15 કરોડ રૂપિયા પરત મળશે પણ એ વખતે તમે આ રૂપિયાનું શું કરશો ? મોટી હરાજીનો આ જ તો ફાયદો છે. ચેન્નાઈ આ સંજોગોમાં રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ધોનીને પરત લઈ શકે છે તેમ ચોપરાએ જણાવ્યું હતું.

આગામી સિઝનમાં રમવાનો છે

મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની અંતિમ મેચમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે તે હજી નિવૃત્તિ લઈ રહ્યો નથી અને આગામી સિઝનમાં રમવાનો છે. તે આવતા વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જ રમવાનો છે. આ સિઝનની અંતિમ મેચમાં ચેન્નાઈ અને પંજાબનો મુકાબલો થયો ત્યારે ટોસ વખતે ધોનીને પૂછવામાં આવ્યું હતું કે ચેન્નાઈ માટે આ તેની અંતિમ મેચ છે ત્યારે ધોનીએ જવાબ આપ્યો હતો કે ના, બિલકુલ નહીં. તે ચેન્નાઈ માટે આગળ રમવાનો છે. અગાઉ ધોનીએ આ વર્ષે 15મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular