Friday, August 6, 2021
Homeઅમદાવાદ : રાત્રિના સમયે એકલ દોકલ રાહદારીઓને લૂંટનાર બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે...
Array

અમદાવાદ : રાત્રિના સમયે એકલ દોકલ રાહદારીઓને લૂંટનાર બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા, કુલ 9 ગુના કબૂલ્યા

અમદાવાદમાં એકલ દોકલ રહેતા સિનિયર સિટીઝનોને લૂંટનાર રીઢા ચોરોની સાથે હવે રાત્રિના સમયે રસ્તા પર એકલ દોકલ પસાર થતાં રાહદારીઓને લૂંટનારા રીઢા ચોરો પણ સક્રિય થઈ ગયાં છે. શહેર ક્રાઈમ બ્રાંચે રાત્રે એકલા પસાર થતાં રાહદારીઓને તકનો લાભ લઈને લૂંટી લેનારા બે રીઢા ચોરોની ધરપકડ કરી છે. સાથે આરોપીઓ પાસેથી રીક્ષા, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 1 લાખ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

આરોપી મોહસિન ઉર્ફે લાલુ દાણિલીમડા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં તેમજ કારંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે. તે ઉપરાંત પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં સજા કાપી ચૂકેલ છે. જ્યારે શાહરૂખ ઉર્ફે બાલા 2016માં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં પકડાયો હતો. 2019માં કાલુપુરમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. તે ઉપરાંત તે સુરત લાજપોર જેલમાં પાસા હેઠળ સજા કાપી ચૂક્યો છે.

આરોપીઓએ 9 ગુનાઓ કબૂલ્યા

  • કાલુપુર સર્કલ ખાતે રાત્રિના સમયે એક CNG રીક્ષાના ચાલકને આગળ ઉતારી દેવાનું કહીને રીક્ષામાં બેસી ગયાં અને બાદમાં ચાલકને માર મારીને રીક્ષા લઈને ફરાર થઈ ગયાં હતાં.
  • કાલુપુર સર્કલ પાસે એક વ્યક્તિ સાથે ઝગડો કરીને OPPO કંપનીનો મોબાઈલ અને ત્રણ હજાર રૂપિયા રોકડા કાઢી લીધાં હતાં.
  • કાલુપુર બ્રિજ પાસેથી એક વ્યક્તિને રોકીને તેની પાસેથી 8 હજાર રૂપિયા લૂંટી લીધા હતાં
  • કાલુપુર સર્કલ પાસેથી એક રીક્ષા વાળાને રોકીને તેની પાસેથી ઈન્ટેક્સ કંપનીનો મોબાઈલ અને 2500 રૂપિયા રોકડા લૂંટ્યા હતાં
  • કાલુપુર સર્કલ પાસેથી એક વ્યક્તિને રોકીને તેના ખિસ્સામાંથી 7 હજાર રૂપિયા લૂંટી લીધા
  • બે મહિના પહેલા કાલુપુરમાં રીક્ષા લૂંટીને ફરાર થઈ ગયાં હતાં
  • એક મહિના પહેલાં સરસપુર ગુરુદ્વારા પાસેથી એક માણસ પાસેથી 12 હજારની લૂંટ ચલાવી હતી
  • દસેક દિવસ અગાઉ રિક્ષા વાળાને રોકીને તેના ખિસ્સામાંથી 7 હજાર રોકડા કાઢી લીધાં હતાં
  • બે મહિના પહેલા શહેર કોટડા અશોક મીલની સામેથી એક માણસને રોકીને રોકડા 3 હજાર તથા એક મોબાઈલ ફોન લૂંટી લીધો હતો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments