યુપી : ગુનેગારોએ સરકારી હૉસ્પિટલના સુરક્ષા ગાર્ડ પર કર્યો ગોળીનો વરસાદ

0
0

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) માં અપરાધિઓના મનોબળને ફરીથી બુલંદ બનાવવામાં આવ્યું. શુક્રવારે મોડી સાંજે સરકારી હૉસ્પિટલના સુરક્ષાગાર્ડને કેટલાક બદમાશોએ ગોળી મારી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તે બાદ તેને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. કહેવાઈ રહ્યું છે કે તેમની હાલત ઘણી નાજુક છે. આ સુરક્ષા ગાર્ડનું નામ મિથુન છે.

સુરક્ષા ગાર્ડ પર અપરાધિઓએ કર્યો ગોળીઓનો વરસાદ, જાણો શું છે સમગ્ર ઘટના..

જાણકારી અનુસાર ડ્યુટી પરથી પરત ફરતા સમયે અપરાધિઓએ સુરક્ષા ગાર્ડને ગોળી મારી દીધી. આ કારણોસર તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ ઘટના બાદ પરિવારજનોએ જણાવ્યું કે પાછળના કેટલાક મહિનાઓથી તેમના વિસ્તારમાં રહેતા જ એક દબંગ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવી રહી હતી. જેની ફરિયાદ શિવકુટી પોલીસ ચોકીમાં કરાઈ હતી. તેમજ એફ.આઈ.આર કરવામાં આવી હતી. એવામાં દબંગોએ શુક્રવારે સુરક્ષા ગાર્ડ મિથુન પર ગોળીઓને વરસાદ કર્યો. ત્રણ ગોળીઓ મિથુનના શરીરે વાગી છે.

લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
સિટી એસપી બૃજેશ શ્રીવાસ્તવનું કહેવું છે કે બંને પક્ષોમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષ અપરાધી પર્વૃત્તિના છે. આ પહેલા પણ બંને પક્ષો એકબીજા પર હુમલો કરી ચુક્યા છે, જેની એફ.આઈ.આર રજૂ કરાયેલ છે.

પોલીસ તરત જ ઘટનામાં શામેલ લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here