ઈતિહાસમાં આજે:અખબારમાં પ્રથમ વાર છપાઈ હતી ક્રોસવર્ડ પઝલ, એક ભૂલના કારણે બદલાયું હતું નામ

0
11

ક્રોસવર્ડ પઝલ ક્યારેક તમે પણ રમ્યા હશો. કહે છે કે આ મેન્ટલ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. આજના જ દિવસે 1913માં પ્રથમવાર કોઈ અખબારમાં મોડર્ન ક્રોસવર્ડ પઝલને છાપવામાં આવી હતી. અમેરિકાના અખબાર ધ ન્યૂયોર્ક વર્લ્ડના સન્ડે સપ્લીમેન્ટમાં તેને છાપવામાં આવી હતી. બ્રિટિશ પત્રકાર આર્થર વેને તે બનાવી હતી. અગાઉ તેનું નામ વર્ડ ક્રોસ હતું.

થોડા સમય પછી ટાઈપિંગથી થયેલી ભૂલના કારણે તેને વર્ડ ક્રોસના કારણે ક્રોસવર્ડ લખવામાં આવ્યું. ત્યારથી તે સમગ્ર દુનિયામાં આ જ નામથી ઓળખાય છે. શરૂઆતમાં પઝલ ડાયમન્ડ શેપની રહેતી હતી અને તેમાં બ્લેક બોક્સ નહોતા. 1923 સુધી અમેરિકાના લગભગ તમામ અખબારોમાં આ રીતની પઝલ છપાવા લાગી હતી. જો કે, આ પ્રકારની પઝલ 1913 પહેલા પણ છપાતી હતી પરંતુ એ એલિમેન્ટ્રી પઝલ્સ રહેતી હતી.

1922-23 સુધી આ પઝલ બ્રિટન સુધી પણ પહોંચી ગઈ. બ્રિટિશ પઝલે ઝડપથી પોતાની સ્ટાઈલ ખુદ વિકસિત કરી લીધી, તે અમેરિકન પઝલ કરતાં વધુ કઠિન મનાતી હતી. કહેવાય છે કે બ્રિટનના ધ સન્ડે ટાઈમ્સમાં છપાનાર પઝલ સૌથી સારી રહેતી હતી. ધીમે ધીમે એ અલગ-અલગ સ્વરૂપોમાં દુનિયાના તમામ દેશોમાં છપાવા લાગી.

પ્રથમ એંગ્લો-શિખ વૉરઃ જેના પછી અંગ્રેજોએ શિખો સાથે લાહોર સંધિ કરી
1845-46માં શિખોએ અંગ્રેજોની વિરુદ્ધ ફિરોજશાહ, મુદકી, અલીવાલ, બદ્દોવાલ, સંભરાવામાં લડાઈઓ લડી. પ્રથમ લડાઈ 21 ડિસેમ્બરે ફિરોજશાહમાં શરૂ થઈ. શરૂઆતની ચાર લડાઈઓમાં કોઈ સ્પષ્ટ પરિણામ ન આવ્યું. પાંચમી અને અંતિમ લડાઈ સંભરાવામાં થઈય તેમાં અંગ્રેજોને જીત મળી.

20 ફેબ્રુઆરી 1846ના રોજ ખતમ થયેલી આ લડાઈ પછી અંગ્રેજો અને શિખો વચ્ચે લાહોર સંધિ થઈ. તેમાં અંગ્રેજોએ સતલજ નદીના દક્ષિણ ભાગના તમામ પ્રદેશો શિખો પાસેથી ઝૂંટવી લીધા. શિખોની હારનું મુખ્ય કારણ મહારાજા રણજીત સિંહના કેટલાક સિપાહીઓ અને મંત્રીઓની ગદ્દારી હતી. આ લોકો અંગ્રેજો સાથે મળી ગયા હતા.

ભારત અને દુનિયામાં 21 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

  • 2012ઃ સાઉથ કોરિયાના સિંગર સાઈનું ગીત ‘ગંગનમ સ્ટાઈલ’ યુટ્યુબ પર એક અબજ વખત જોવામાં આવનાર પ્રથમ વીડિયો બન્યો.
  • 2007ઃ સોશિયલ એક્ટિવિસ્ટ, કવિ હરિવંશ રાય બચ્ચનના પત્ની અને અમિતાભ બચ્ચનના માતા તેજી બચ્ચનનું નિધન.
  • 1974ઃ સબમરિન તાલીમ આપનારા દેશના પ્રથમ યુદ્ધ જહાજ આઈએનએસ સતવાહનને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું.
  • 1971ઃ કર્ટ વોલ્ડહાઈમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચોથા મહાસચિવ તરીકે ચૂંટાયા. વોલ્ડહાઈમે 1 જાન્યુઆરી 1972થી કામ શરૂ કર્યુ. વોલ્ડગાઈમનો જન્મ 1918માં 21 ડિસેમ્બરે જ થયો હતો.
  • 1968ઃ અમેરિકાના કેપ કેનેડી સ્પેસ સેન્ટરથી અપોલો-8ને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રથમવાર હતું કે જ્યારે કોઈ માનવી ગ્રેવિટેશનલ ફોર્સને પડકારીને પૃ઼થ્વીની કક્ષામાંથી બહાર ગયો હોય.
  • 1937ઃ સ્નોવાઈટ એન્ડ સેવન ડોર્ફ નામની કાર્ટૂન મૂવી રિલીઝ થઈ. દુનિયાની આ પ્રથમ ફુલ લેન્થ એનિમિટેડ ફિચર ફિલ્મે વોલ્ટ ડિઝનીને દુનિયાના સૌથી ઈનોવેટિવ અને ક્રિએટિવ મૂવી મેકર તરીકે સ્થાપિત કરી.
  • 1898ઃ રસાયણ શાસ્ત્રી પિયરે અને તેમના પત્ની મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી. તેનો ઉપયોગ કેન્સરના ઈલાજ માટે પણ થતો હતો. બંનેને 1903માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here