Tuesday, September 21, 2021
HomeCRPFની મહિલા જવાનોને મળ્યું અભેદ કવચ, કોઇ પણ સ્થિતિમાં રહેશે સુરક્ષિત
Array

CRPFની મહિલા જવાનોને મળ્યું અભેદ કવચ, કોઇ પણ સ્થિતિમાં રહેશે સુરક્ષિત

નવી દિલ્હી- દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે તેમજ કોઈપણ હિંસક પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલાઓને હવે હાઈ ટેક્નોલોજી સાથે સુસજ્જ કરવામાં આવશે. CPRFની રેપિડ એક્શન ફોર્સમાં સંકળાયેલી મહિલા જવાનોની સુરક્ષા માટે સંપૂર્ણ બોડી રક્ષક(સલામતી કિટ) પૂરી પાડવામાં આવશે

જ્યારે કાયદાકીય વ્યવસ્થા ગંભીર પરિસ્થિતિમાં મૂકાય અને તેવા સમયે CRPFની રેપિડ એક્શન બટાલિયનની મહિલા ટીમ ઘટના સ્થળે હશે, તેવા સમયે ડર્યા વિના આ મહિલા ટીમ લડત આપવા માટે તૈયાર રહેશે. કારણ કે આ ટીમ માટે, એક એવું રક્ષણાત્મક ઢાલ તૈયાર કરવામાં આવ્યું છે, જેના દ્વારા તેઓ માથાથી લઈને પગ સુધી રક્ષણ મેળવી શકશે.

આ ખાસ ફૂલ બોડી સંરક્ષક દ્વારા મહિલાઓ માત્ર પથ્થર અને ઈટોથી જ નહીં, પરંતુ બંદૂકની ગોળીઓથી પણ રક્ષણ મેળવી શકે છે. DIPAS(ડિફેન્સ ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાય્ડ સાયન્સિસ) અને DRDO સાથે મળીને બે વર્ષ કરતાં વધુ સમયની સખત મહેનત પછી આ સંપૂર્ણ શરીર સંરક્ષક(સલામતી કિટ) તૈયાર કરી છે

આ કીટને તૈયાર કરવા માટે, DIPASના વૈજ્ઞાનિકોએ CRPFની રેપિડ એક્શન ફોર્સની મહિલા ટીમોનો અભ્યાસ કર્યો હતો, જેથી સ્ત્રીઓના શરીરનું ક્ષણિક રીતે રક્ષણ કરાઈ તેવી ડિઝાઇન તૈયાર કરી શકાય. આ કીટનો આશરે CRPFની આશરે ૮૦૦૦ મહિલા જવાનોને ફાયદો મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments