કોરોનાની રમત પર અસર : BCCI અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું- વર્તમાન પરિસ્થિતિ ખતરનાક વિકેટ પર ટેસ્ટ રમવા જેવી છે

0
12

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોરોનાવાયરસને એક અઘરી ટેસ્ટ મેચ ગણાવી છે. પૂર્વ ભારતીય કેપ્ટને રેડિયો સ્ટેશન ફિવર નેટવર્કના ‘100 કલાક 100 સ્ટાર્સ’ કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, હાલની પરિસ્થિતિ ખતરનાક વિકેટ પર ટેસ્ટ મેચ રમવા જેવી છે. અહીંયા બેટ્સમેન કોઈ ભૂલ કરી શકે તેમ નથી.” ગાંગુલીએ વિકેટ ગુમાવ્યા વગર લોકોને મેચ જીતવાની અપીલ કરી છે.

ગાંગુલીએ કહ્યું, ‘આ સ્થિતિ ખૂબ જ જોખમી વિકેટ પર ટેસ્ટ મેચ રમવા જેવી છે. બોલ સીમ થઇ રહ્યો છે. તે સ્પિન પણ કરી રહ્યો છે. આ વિકેટ પર બેટ્સમેનો પાસે ભૂલ કરવા માટે કોઈ તક નથી. આ ભય સાથે બેટ્સમેને અહીં રન બનાવવાના રહેશે અને વિકેટ પણ સુરક્ષિત રાખવી પડશે. આમ કરવું મુશ્કેલ છે, પરંતુ આશા છે કે સાથે મળીને અમે આ મેચ જીતીશું. ”

અચાનક આવેલી મહામારીને હજી સુધી કોઈ સમજી શક્યું નથી

પૂર્વ ક્રિકેટર ગાંગુલીએ કહ્યું કે, લોકડાઉનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પહેલાં ક્યારેય મેં પરિવારને આટલો સમય આપ્યો નથી. દરરોજ મુસાફરી કરવી એ જ મારું શેડ્યૂલ રહ્યું છે, પરંતુ 30-32 દિવસથી હું મારી પત્ની, પુત્રી, માતા અને ભાઈ સાથે સમય પસાર કરી રહ્યા છીએ. હું આ સમયને એન્જોય કરી રહ્યો છું.”

તેમણે વધુ ઉમેરતા કહ્યું કે, “વર્તમાન પરિસ્થિતિ જોઈને ખૂબ જ દુખ થાય છે. આ મહામારીને હજી સુધી કોઈ સમજી શક્યું નથી. તે અચાનક આવી ગઈ છે. તેના માટે કોઈ તૈયાર નહોતું. હજારો લોકો મરી ગયા છે. ઘણા સંક્રમિત છે. હું ઇચ્છું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થાય. “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here