દેશની વર્તમાન સ્થિતિ કટોકટી જેવી, ભાજપે સત્તા ગુમાવવી પડી શકે છે : પવાર

0
31

તા. 20 : નાગરિકતા કાનૂન અને એનઆરસીને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે દેશની હાલની હાલતને 1977ની કટોકટી સાથે સરખાવી છે. બાદમાં તત્કાલીન ઇન્દીરા ગાંધી સરકાર સત્તા પરથી ઉતરી ગઇ હતી. પવારનું માનવું છે કે જો દેશમાં આવી જ હાલત રહી તો શક્ય છે કે ભાજપને પણ સત્તા રથી હાથ ધોવા પડે.
પવારે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાનૂન, એનઆરસી અન્ે સોશિયલ મીડિયા પર નિયંત્રણ જેવા વિવાદિત મુદ્દા પર વિપક્ષી દળો એકજૂટ બની શકે છે.


પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પ્રમુખ વિપક્ષી દળોના એક સંયુક્ત પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં સીએએ મામલે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. પવારે જણાવ્યું હતું કે હાલ તો કંઇ ન કરી શકાય. વિરોધ પ્રદર્શન લઘુમતી સુધી સીમિત નથી રહ્યા, અન્ય લોકો પણ સામેલ થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here