‘નિસર્ગ’ વાવાઝોડું : અરબ સાગરમાં આવેલું ચક્રવાત ભીષણ તોફાનમાં ફેરવાયું, હવે ગુજરાત નહીં, માત્ર મહારાષ્ટ્ર સાથે અથડાશે, હાલ મુંબઈથી 200 કિમી દૂર

0
10

નવી દિલ્હી. અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે જે 13 કિમી/કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું છે. રાતે 2.30 વાગ્યે અલીબાગથી 200 કિમી અને મુંબઈથી 250 કિમી દક્ષિણ અને દક્ષિણ-પશ્વિમમાં હતું. અનુમાન છે કે આ તોફાન બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે અથડાશે. ત્યાંથી થઈને પહેલા ઉત્તરમુંબઈ, પાલઘરથી થઈને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. મુંબઈ તો આ સદીના પહેલા મોટા તોફાનના સંકજામાં આવી રહ્યું છે.

ચક્રવાત નિર્સગના કારણે મુંબઈથી આવતી જતી 19 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાંથી 11 મુંબઈથી જનારી અને 8 આવનારી ફ્લાઈટ છે. તો બીજી બાજુ મધ્ય રેલવેએ મુંબઈ જનારી 8 સ્પેશ્યલ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યા છે.

આ સાથે જ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં તોફાનની અસરથી મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો

અપડેટ્સ 

  • મુંબઈ મહાનગપાલિકાના લોકોએ સલાહ આપી છે કે ભારે વરસાદ દરમિયાન તેઓ ઘરમાંથી કામ વગર ન નીકળે. કારમાં બહાર જાવ તો હથોડી કે અન્ય ભારે ઓજાર હાથમાં રાખો જો પાણીમાં ફસાઈ જાવ તો સેન્ટ્રલ લોક જામ થઈ જાય તો કાચ તોડીને બહાર નીકળી શકાય
  • સાઈક્લોન નિસર્ગનો વિસ્તાર છેલ્લા એક કલાકમાં 65 કિમી ઘટ્યો છે. હવાની ગતિ 85-95 કિમી/કલાકથી વધીને 90-100 કિમી/ કલાક થઈ ગઈ છે.
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામોમાંથી 21 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો પહોંચાડવામાં આવ્યા છે. જિલ્લાના તમામ ઉદ્યોગો અને બજારોને બંધ કરી દેવાયા છે. માછીમારોને 4 જૂન સુધી દરિયો ન ખેડવા માટે કહેવાયું છે.
  • તોફાનને ધ્યાનમાં રાખતા પશ્વિમ નૌસેના કમાને તેમની તમામ ટીમોને સતર્ક કરી દીધી છે. નૌસેનાએ 5 પૂર ટીમ અને 3 મરજીવાઓની ટીમને મુંબઈમાં તૈયાર રાખ્યા છે.

સવાલ-જવાબમાં સમજો નિસર્ગ તોફાનને 

તોફાન ક્યાં આવ્યું?
અહીંયા 1 જૂને અરબ સાગરના મધ્ય-પશ્વિમ તટીય વિસ્તારમાં ઓછું દબાણ છે, જે ચક્રવાતમાં ફેરવાયું છે. ત્યારે ઓછા દબાણનું ક્ષેત્ર મુંબઈથી 630 કિમી દક્ષિણ અને દક્ષિણ પશ્વિમ હતું.

અહીંયા ક્યાં અને ક્યારે અથડાશે 

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ વિસ્તારમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે અથડાશે

તેની શું અસર થઈ રહી છે?

તોફાનની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે.બુધવારે મુંબઈમાં 27 સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે. સમુદ્રમાં 2 મીટર ઊંચી લહેરો ઉઠી શકે છે. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી -પાણીની સપ્લાઈ બંધ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રજેશના ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સંભાગના ઘણા જિલ્લા અને શહેરમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી છે.

આનાથી શું નુકસાન થઈ શકે છે?

પાલઘરમાં દેશનું સૌથી જુનુ તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. મુંબઈમાં બાર્ક (ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. તેને નુકસાન પહોંચશે તો વીજ પ્રવાહ ખોરવાઈ શકે છે. રાયગઢમાં પણ પાવર પેટ્રોલિયમ, કેમિકલ્સ અને ઘણી અન્ય મહત્વની ઈન્ડસ્ટ્રીઝ છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક ઠેકાણા છે. તોફાનથી પણ તેને જોખમ છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં NDRFની 36 ટીમો તહેનાત 

મહારાષ્ટ્રમાં NDRFની 20 ટીમો. જેમાંથી મુંબઈમાં 8, રાયગઢમાં 5, પાલઘરમાં 2, થાણેમાં 2, રત્નાગિરીમાં 2 અને સિંધુદુર્ગમાં 1 ટીમ રાહત અને બચાવનું કામ કરશે. નૌસેનાએ મુંબઈમાં 5 ફ્લડ રેસ્ક્યૂ ટીમ અને 3 મરજીવાઓની ટીમ તહેનાત કરી દીધી છે. પાલઘર જિલ્લાને પુરી રીતે બંધ કરી દીધો છે. તો બીજી તરફ NDRFની 16 ટીમોને મોકલવામાં આવી છે. અહીંયાના કાંઠાના જિલ્લામાં 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. બન્ને રાજ્યોના 11 જિલ્લામાં એલર્ટ છે.

 

પરમાણુ કેમિકલ યૂનિટને જોખમ 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તોફાનના રસ્તે રાયગઢ અને પાલઘરમાં પરમાણુ અને રાસાયણિક સંયંત્ર પણ છે. આ અંગે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. જેનાથી વીજપ્રવાહ ખોરવાવાનો પણ ભય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં ઉદ્ધવ સાથે ચર્ચા પણ કરી હતી. પાલઘરમાં દેશનું સૌથી જુનુ તારાપુર એટોમિક પાવર પ્લાન્ટ છે. અહીંયા ઘણા અન્ય પાવર યુનિટ્સ પણ છે. મુંબઈમાં બાર્ક(ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર) છે. રાયગઢમાં પણ પાવર, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને અન્ય બીજી મહત્વની ઈન્ડસ્ટ્રી છે. મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ અને નેવીના મહત્વના રણનીતિક ઠેકાણા છે.

નિસર્ગની અસર ક્યાં-ક્યાં 

તોફાનની અસરથી મુંબઈ અને ગોવામાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે મુંબઈમાં 27 સેમીથી વધારે વરસાદ થવાનો અંદાજ છે. સમુદ્રમાં 2 મીટર ઊંચી લહેર ઉઠી હતી. તોફાનની આશંકા વાળા જિલ્લામાં વીજળી પાણીની સપ્લાઈ બંધ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાંત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here