તલોદ ઊજડીયા રોડ ઉપર આવેલ દાદાનો વિસામોએ પદ યાત્રીઓ માટે ખરેખર વિસામો બન્યો.

0
38

 

સાબરકાંઠા જિલ્લાના તલોદ ઉજડીયા રોડ પાસેથી ભાદરવી પુનમે મા જગદંબાના ચરણોમાં શિષ ઝુકાવવા મોટી સંખ્યામાં માઇ ભકતો પદયાત્રાએ નિકળ્યા છે ત્યારે પદયાત્રી ઓની સેવા માટે પણ ઠેરઠેર વિસામા શરૂ થયા છે ત્યારે તલોદ ઉજડીયા રોડ ઉપર આવેલ દાદાનો વિસામોએ પદયાત્રીઓ માટે ખરેખર વિસામો બન્યો .

 

 

તલોદ ઉજડીયા રોડ ઉપરથી રોજના હજારો પદયાત્રીઓ પગપાળા સંધ કે સાયકલ ઉપર પ્રસાર થતા માઇ ભકતો માટે સ્વ.હરિકૃષ્ણ એચ.રાવલ પીઠ પત્રકાર પરિવાર તરફથી ચા-નાસ્તો જમવા સાથે મેડિકલ જેવી સુવિધાઓ પુરી પડાતા ત્યાં થી પ્રસાર થતાં હજારો લોકો પ્રસાદ લઇ હાશકારો અનુભવે છે અને દાદાનો વિસામા ઉપર બધીજ પ્રાથમિક સુવિધાઓ સહિત ની સગવડ મળી રહેતા પદયાત્રીઓ બે ધડી માટે બેસીને હાંસકારો અનુભવી પ્રસાદ લઇને ભજન કિંતન પણ કરેછે આગળ પ્રસ્થાન કરેછે જયારે છેલ્લાં પાંચ વર્ષથી રાવલ પરિવાર દ્વારા પોતાનાં ખેતરમાં પદયાત્રિકો માટે વિસામો બનાવી પરિવાર સાથે સેવાઓ પણ આપે છે અને માં જગદંબા ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે .

 

રિપોર્ટર : સંજય રાવલ, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here