ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર

0
31

રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.

તેમણે કહ્યું કે, રામ નવમી નવરાત્રિથી રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. તૈયારી પૂરી કરી લેવામા આવી છે. વિહીપના પ્રસ્તાવિત મોડલના અનુરૂપ જ રામ મંદિર બનશે. કમલનયન દાસે આગળ કહ્યું કે, કારસેવકપુરમ સ્થિત વિહિત કાર્યશાળામાં ઘડાયેલા પત્થરોમાથી રામ મંદિરનું નિર્માણ કાર્ય કરાશે. દિવંગત વિહીપ નેતા અશોક સિઁઘલે પહેલા જ વ્યવસ્થા કરી રાખી હતી. રામ મંદિરનું નિર્માણ આગામી બે વર્ષોમાં પૂરુ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here