અમદાવાદ : પિતાએ ઠપકો આપતાં પ્રેમમાં પડેલી દિકરીએ કર્યો આપઘાત : યુવતીના મૃતદેહને પિતાએ બાઈકમાંથી પેટ્રોલ છાંટી સળગાવી દીધો.

0
0

અમદાવાદના મેઘાણી નગર વિસ્તરમાં રેલવે ટ્રેક પર એક યુવતીની બળેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.પોલીસને લાશ પર માત્ર ઓળખ માટે એક કાનની બુટ્ટી હતી.પોલીસને આ વિસ્તારમાં આવેલી ચાલીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવતી અને તેનો પરિવાર ગાયબ છે. ઘરમાંથી એક ફોટો મળ્યો જેમાં લાશ અને ફોટોમાં દેખાતી બુટ્ટી સરખી હતી.આખરે પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી અને યુવતીના પિતાને પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

પિતાએ દિકરીના મૃતદેહને સળગાવી દીધો
પિતાએ દિકરીના મૃતદેહને સળગાવી દીધો

 

પોલીસે પ્રાથમિક હત્યાનો ગુનો દાખલ કર્યો હતો

મેઘાણી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે 1લી ડિસેબરના દિવસે એક યુવતીની લાશ મળી હતી. આ લાશ 20 થી 22 વર્ષની યુવતીની લાગતી હતી.આ સમગ્ર મામલે પોલીસ અસમંજસમાં હતી કે આ યુવતી કોણ છે. જે સંદર્ભે પોલીસે પ્રાથમિક હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ યુવતીને શોધવી પોલીસ માટે પડકાર જનક હતું.પોલીસે આ વિસ્તારમાં આવેલી ચાલી અને બાતમીદારો પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે એક પરિવાર આ બનાવના બીજા દિવસથી ગાયબ છે.

પોલીસે દિકરીના પિતાની ધરપકડ કરી
પોલીસે દિકરીના પિતાની ધરપકડ કરી

 

પોલીસ ઉત્તરપ્રદેશ પહોંચી અને મૃતકના પિતાની ધરપકડ કરી

પોલીસે તપાસ કરતા આ ઘરમાં રહેતી યુવતી મનીષા ( નામ બદલ્યું છે) નો ફોટો મળ્યો અને તે ફોટોમાં યુવતીએ કાનમાં જે બુટ્ટી પહેરી હતી તે જ બુટ્ટી લાશ સાથે મળતી આવતી હતી. આ બનાવ અંગે પોલીસને એટલી ખબર પડી કે મૃતક મનીષા રાજપૂત છે. ત્યાર બાદ પોલીસ તેના પિતાને શોધવા ઉત્તર પ્રદેશના ઇટવા પહોંચી હતી.ત્યાં યુવતીના પિતા જગદીશ રાજપૂત મળી આવ્યા હતા. તેમની પુછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મૃતક દિકરીના મૃતદેહને પિતાએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધો
મૃતક દિકરીના મૃતદેહને પિતાએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધો

 

યુવતીને એના પિતાએ માર મારીને ઠપકો આપ્યો હતો

પોલીસને જાણવા મળ્યું કે મનીષાને આ વિસ્તારમાં એક યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેથી યુવતીને એના પિતાએ માર મારીને ઠપકો આપ્યો હતો. આ બનાવ બાદ યુવતીએ તેના ઘરમાં બીજા રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી હતી. પણ તેના મોત બાદ જગદીશ સિંહ અને તેના બે અન્ય સાથીઓએ ભેગા મળીને બાઈકમાંથી પેટ્રોલ કાઢીને મનીષા ની લાશ સલગાવી દીધી હતી. આ લોકોએ ભેગા મળીને લાશ કોથળામાં ભરીને મોડી રાતે રેલેવ ટ્રેક પર નાખી દીધી હતી.ત્યાર બાદ બધા તાબડતોબ અમદાવાદ છોડીને પોતાના વતન જતા રહ્યા હતાં. હાલ આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ મનીષા ના પિતા જગદીશ સિંહની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here