Wednesday, August 4, 2021
Homeઅમદાવાદપુત્રવધૂએ સાસારીયા સામે મેઘાણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

પુત્રવધૂએ સાસારીયા સામે મેઘાણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મેઘાણીનગરમાં રહેતી 44 વર્ષીય મહિલાએ બાપુનગરના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલા અને યુવક બન્નેના બીજા લગ્ન હતા. મહિલાને પહેલા લગ્નથી કોઈ સંતાન ન હતું, પણ તેના પતિને પહેલા લગ્ન જીવનથી એક પુત્ર હતો. લગ્ન બાદ જ્યારે મહિલા સાસરે આવી ત્યારે સાસરિયાઓએ તેને ઘરકામ બાબતે અને દહેજ માંગવા બાબતે ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં મહિલાના આ પતિનો જે પુત્ર હતો તેને આ મહિલા પાસે પણ મોકલતા ન હતા. જેથી આખરે કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શહેરના મેઘાણીનગરમાં રહેતી 44 વર્ષીય રેખાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી એવો આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019 ના ઓક્ટોબર માસમાં તેના લગ્ન બાપુનગરના મોહિત સાથે થયા હતા. આ બન્નેના બીજા લગ્ન હતા. રેખાને પહેલાં લગ્નજીવનથી કોઈ સંતાન ન હતું પરંતુ તેના પતિ મોહિતને અગાઉના લગ્નથી એક પુત્ર જન્મ્યો હતો. જે હાલ 14 વર્ષનો છે. લગ્ન બાદ આ રેખા તેના સાસરે ગઈ હતી. બાદમાં થોડા જ સમયમાં તેના સાસુ સહિત આ તમામ લોકોએ પિયરમાંથી કઈ લાવી નથી એમ કહી તેની સાથે ઝઘડો કરતા હતા અને તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પરંતુ રેખા સાથે નણંદ ઝઘડા કરતી અને તારી મા એ ઘરનું કામ શીખવાડ્યું નથી તેમ કહી ત્રાસ ગુજરાતી હતી. અવારનવાર તેના સાસરી પક્ષના લોકો તેને અપશબ્દો બોલી અપમાનીત કરતા હતા.

એટલું જ નહીં તેના પતિના પહેલા લગ્ન થકી જન્મેલા પુત્રને પણ તેની પાસે આવવા દેતા નહોતા. અને આ રેખા ઘરમાં ગમે તે કામ કરે ત્યારે સાસુ અને નણંદ તેને ગમે તેમ બોલતા હતા. અવારનવાર ઘરકામ બાબતે અને પિયરમાંથી દહેજ લાવી નથી તેમ કહી મહેણા ટોણા મારી સાસરિયાઓએ ત્રાસ ગુજારતા હતા.

એક દિવસ આ રેખાના પતિ સાસુ-સસરા અને જેઠાણી તથા ભાણિયો આ તમામ લોકોએ ભેગા મળી આ રેખાને માર મારી હતી અને કહ્યું હતું કે તું અમને જોઈતી નથી અહીંયા થી નીકળી જા તને રાખીશું નહીં. ત્યારબાદ રેખાને કાઢી મુકી હતી. જેથી આખરે કંટાળીને આ મહિલાએ સાસરીયાઓ સામે ફરિયાદ આપતા મહિલા પૂર્વ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તમામ સાસરીયાઓ સામે તપાસ શરૂ કરી છે.(ઓળખ છુપાવા પાત્રોના નામ બદલ્યાં છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments