જામનગર : કાલાવડના પૂર્વ MLAની પુત્રીએ ગળેફાંસો ખાધો,

0
17

જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રી રિદ્ધિ (ઉ.વ.24)એ બુધવારે સાંજે ધ્રોલમાં પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. રિદ્ધિ કેનેડા અભ્યાસ કરતી હતી. લોકડાઉનમાં અભ્યાસ માટે કેનેડા ક્યારે જવાનું થશે તેવી ચિંતામાં પગલું ભર્યાનું પોલીસ તપાસ બહાર આવ્યું છે. રિદ્ધિને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી થયું હતું.

પિતાએ ફી પણ ભરી દીધી હતી

આ અંગે પિતા મેઘજીભાઇએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મરણ જનાર રિદ્ધિ હાલ બી.ઇ. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય તેનો ખર્ચની ફી પણ ભરી દીધી હતી. પરંતુ લોકડાઉનને કારણે કેનેડા ક્યારે જવાનું થાય તે વાતને લઇને ચિંતત હોવાથી અને મનમાં લાગી આવતા પોતાના ઘરે પોતાના હાછે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here