સૌરાષ્ટ્રની દીકરીઓએ ઉઠાવ્યો અવાજ, સ્વરક્ષણ માટે હથિયારની કરી માંગ

0
0

મહિલાઓ પર અત્યાતરો વધી રહ્યા છે, જેમાંખાસ કરીને દુષ્કર્મ – છેડતી જેવા ગુન્હાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં યુવતીઓ સરકાર સમક્ષ ગનની રજૂઆત કરી છે. હાથરસ બાદ સૌરાષ્ટ્રની દીકરીઓએ કલેક્ટર પાસે ગનના લાયસન્સની રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રભરની 100 જેટલી દીકરીઓએ ગન માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગરની યુવતીઓએ ગનની અરજી કરી છે.

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દીકરી સાથે પ્રથમ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાતના જામનગરમાં પણ એક બાદ એક દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવી હતી. ત્યારે આ બનાવોના પડઘા રાજકોટ શહેરમાં પડ્યા છે. રાજકોટ શહેરમાં રહેતી 100થી વધુ યુવતીઓએ સ્વરક્ષણ માટે હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ તેમજ હથિયારનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ આપવાની માંગણી કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં યુવતીઓએ જણાવ્યું હતું કે, દેશભરમાં તરુણીઓ અને સ્ત્રીઓ પર અત્યાચારની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રશાસન પણ જ્યારે પીડિતોને ન્યાય અપાવવા માટે સક્ષમ નથી ત્યારે હવે સમય આવી ગયો છે કે તરુણીઓ, યુવતીઓ કે સ્ત્રીઓએ પોતાની રક્ષા જાતે જ કરવી પડશે.

સમગ્ર ભારતમાં મહિલાઓ પર દિન-દહાડે બળાત્કારના ગુનાઓ બની રહ્યા છે અને જે તે સમયે સરકાર દ્વારા એક ફોન કરવાથી ટીમ મહિલાઓની મદદે આવી જશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થઈ રહ્યા છે ત્યારે અમારે જ અમારી રક્ષા કરવી પડશે અને સજા પણ અમારે જ આપવી પડશે તેવી રજૂઆત કલેકકટરને કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here