જુના વાડજમાં ભેખડમાં 10 ફૂટ અંદર દટાઈ જતા એક વ્યક્તિનું મોત, બહાર કાઢવા ફાયરબ્રિગેડની બે ગાડીઓ આવી

0
0

શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામપીરના ટેકરા પર નરસિંગ સોસાયટી પાસે આજે સવારે ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં એક વ્યક્તિ નીચે દબાયો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. દટાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં તેની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં એક જ વ્યક્તિ અંદર કામ કરી રહ્યો હતો અને દરમ્યાનમાં માટી તેના પર પડી હતી. અંદાજે 10 ફૂટ જેટલું અંદર મજૂર દટાઈ ગયો હતો. મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની જ મદદ લેવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here