રાજકુમાર રાવનાં પિતાનું નિધન

0
0

હરિયાણા: એક્ટર રાજકુમાર રાવ તેની સુંદર અદાકારીને કારણે જાણીતો છે. તે કોઇપણ રોલ હોય તેની એક્ટિંગથી તેને બખૂબી અદા કરે છે. પણ હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એક્ટર રાજુમાર રાવ દુખી છે કારણ કે તેનાં પિતાનું નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં તેનાં પિતાનું નિધન થઇ ગયું છે. રાજકુમાર રાવનાં પિતા સતપાલ યાદવ લાંબા સમયથી બીમાર હતાં. ગુરુગ્રામની મેંદાત હોસ્પિટલમાં તેમનું ઇલાજ ચાલી રહ્યું હતું. ગુરુવારે મોડી રાત્રે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. ગુરુગ્રામમાં જ તેમનાં અંતિમ સંસ્કાર યોજવામાં આવ્યા હતાં.

રાજકુમાર રાવની માતા કમલેશ યાદવનું નિધન 11 માર્ચ 2016 માં થયું હતું. તેઓને એક વખત હૃદય રોગનો હુમલો થયા બાદ તેમની તબિયત નાજૂક જ રહેતી હતી. અને આખરે તેઓએ વર્ષ 2016 માં અંતિમ શ્વા લીધા.

આપને ઝણાવી દઇએ કે , રાજકુમાર રાવ નેશનલ એવોર્ડથી સન્માનિત છે. રાજકુમાર રાવ એક ઉમદા એક્ટર છે જે ફક્ત તેની મેહનતથી આજે બોલિવૂડમાં આ સ્થાને પહોંચ્યો છે. રાજકુમારનો જન્મ 31 ઓગસ્ટ 1984 નાં રોજ ગુરુગ્રામ (હરિયાણા)માં થયો હતો. રાજકુમારે 10 માં ધોરણમાં હતો ત્યારથી જ એક્ટિંગનો નિર્ણય લઇ લીધો હતો. તે ભણવાની સાથે સાથે જ થિએટર પણ કરતો હતો.

રાજકુમાર આજે જે જગ્યા પર છે ત્યાં સુધી પહોંચવું તેનાં માટે સરળ ન હતું. તે માટે તેણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હીત. તેણે એક ઇન્ટરવ્યૂંમાં આ અંગે જણાવતાં કહ્યું હતું કે , એવું ઘણી વખત થયું છે જ્યારે મારે ગોરો રંગ અને મસલ્સ બોડી ન હોવાને કારણે રિજેક્ટ થવું પડ્યું છે. મે શરૂઆતનાં સમયમાં મુંબઇમાં સોથી વધુ ઓડિશન આપ્યાં હતાં. આ સમયમાં ઘણી એડ ફિલ્મો કરીને મારું ગુજરાન ચલાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here