કોરોનાવાઈરસ : 182 દેશોમાં ઈન્ફેક્શન- મૃત્યુઆંક 11,000 પાર થઈ ગયો, ઈટાલીમાં હાહાકાર; 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંક 4,032 થયો, સ્પેનમાં 212 લોકોના મોત

0
9

વોશિંગ્ટન: કોરોના વાઈરસથી શુક્રવાર સુધીમાં 182 દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી 11,186 લોકોના મોત થયા છે. જ્યારે 275,125 લોકોને ઈન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સારી વાત એ છે કે આ દરમિયાન 90,603 દર્દીઓ સાજા પણ થયા છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે.

દેશમાં ડોક્ટરો અને દવાઓની અછતને લીધે સ્થિતિ બગડી રહી છે. કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે પણ પાકિસ્તાનના પેશાવરમાં મોટી સંખ્યામાં લોકો નમાજ માટે ભેગા થયા હતા. દરમિયાન પાકિસ્તાનને કોરોના સામે લડવા વિશ્વ બેન્ક 23.8 કરોડ ડોલર અને એશિયા ડેવલપમેન્ટ બેન્ક (ADB) 35 કરોડ ડોલરની મદદ આપશે.

સંપૂર્ણ કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું: તમામ આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધ રહેવા આદેશ.અમેરિકામાં સમગ્ર રાજ્યને પ્રથમ વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થય વિભાગે કહ્યું છે કે, દેશમાં દર 10 મિનિટે એક ઈન્ફેક્ટડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર 50 મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે.

ભારતીય મૂળના સંશોધનકર્તાએ બે કલાકમાં કોરોનાની માહિતી આપતો ટેસ્ટ વિકસાવ્યો
જ્યોર્જીયા સ્થિત ઓગસ્ટા યુનિવર્સિટીમાં ડો.રવિન્દ્ર કોલ્હેનાના નેતૃત્વ હેઠળની ટીમે કોરોના વાઈરસના સંક્રમણના સંજોગોમાં દર્દીને ફક્ત બે કલાકમાં જ જાણકારી આપી દેશે. આ માટે લાંબા સમય સુધી રિમોટ ટેસ્ટીંગ ફેસિલિટીની પ્રતિક્ષા કરવાની જરૂર નહીં પડે.

સંપૂર્ણ કેલિફોર્નિયા લોકડાઉન કરાયું

સંપૂર્ણ કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું: તમામ આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધ રહેવા આદેશ કરાયો છે.અમેરિકામાં સમગ્ર રાજ્યને પ્રથમ વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના વડા ગેવિન ન્યુસમના આદેશ પ્રમાણે અમેરિકામાં સૌ પ્રથમ વખત રાજ્ય પ્રમાણે આ પ્રકારના નિયંત્રણ લાદવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કેલિફોર્નિયામાં કોરોનાના 900થી વધારે પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે અને 19 લોકોના મોત થયા છે.

કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ

દેશ મોત કેસ
ઈટાલી 4,032 56,182
ચીન 3248 80967
ઈરાન 1284 18407
સ્પેન 1,043 20,412
ફ્રાન્સ 372 10995
અમેરિકા 277 14354
બ્રિટન 144 3269
નેધરલેન્ડ 76 2460
જર્મની 44 15320
સ્વિત્ઝર્લેન્ડ 43 4222
ભારત 5 215

 

અમેરિકા: ટોયોટા, હોન્ડા અને નિસાને પ્રોડક્શન અટકાવ્યું

જાપાનની ત્રણ મોટી કંપની ટોયોટા, હોન્ડા અને નિસાને અમેરિકામાં આવેલા તેમના મેન્યુફેક્ચરિંગમાં હાલ પ્રોડક્શન રોકી દીધું છે. સીએનએન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઉત્તરી અમેરિકાવાળા પ્લાન્ટમાં 23 માર્ચથી 3 એપ્રિલ, નિસાનમાં 20 માર્ચથી 6 એપ્રિલ જ્યારે હોન્ડામાં 23 માર્ચથી 29 માર્ચ સુધી પ્લાન્ટ બંધ રાખવામાં આવશે.

ઈરાન: દુનિયા માટે જોખમી ન્યૂઝ

ઈરાન સરકારે કહ્યું હતું કે, અહીં 10મિનિટમાં એક ઈન્ફેક્ટેડ વ્યક્તિનું મોત થાય છે. દર 50 મિનિટે એક નવો કેસ નોંધાય છે. આ પહેલાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, બુધવાર અને ગુરુવાર દરમિયાન 24 કલાકમાં 149 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 1,284ના મોત થયા છે. દેશમાં ગુરુવારે 18,407 કેસ નોંધાયા છે. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કડક આદેશમાં કહ્યું છે કે, શુક્રવારથી 15 દિવસ સુધી દેશમાં કોઈ બજાર નહીં ખુલે.

ઈટાલી: સરકાર નિષ્ફળ

એશિયાઈ દેશ ચીનથી ફેલાયેલો કોરોના વાઈરસ હવે બેકાબુ થઈ ગયો છે. શુક્રવાર સવાર સુધી ચીનમાં મોતનો આંકડો 3,245 હતો. જ્યારે ઈટાલીમાં આ દરમિયાન 3,405 ઈન્ફેક્ટેડ લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે ઈટાલી સરકારે વાઈરસ રોકવાના જેલા પણ પ્રયત્નો કર્યા છે તે નિષ્ફળ ગયા છે. રસ્તાઓ પર સેના પણ તહેનાત કરી દેવામાં આવી છે તેમ છતા ઈન્ફેક્શન ઓછું નથી થતું. અમેરિકન મીડિયાનું કહેવું છે કે, ઈટાલીના લોકો એલર્ટ રહ્યા હોત તો સ્થિતિ આટલી ખરાબ ન થાત.

આર્જેન્ટિના લોકડાઉન જાહેર:  શુક્રવારે રાષ્ટ્રપતિ ફર્નાન્ડિઝે દેશને લોકડાઉન જાહેર કર્યું છે. લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાનું કહેવામાં આવ્યું છે. દરેક ઈમરજન્સી સેવાઓને લોક ડાઉનથી અલગ રાખવામાં આવી છે. દર્દીઓને લોકડાઉન વખતે બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ જે લોકો કામ વગર ઘરની બહાર નીકળશે તેમની અટકાયત કરવામાં આવશે અને દંડ પણ કરાશે. આર્જેન્ટિનામાં શુક્રવાર સુધીમાં 128 ઈન્ફેક્ટેડ કેસ નોંધવામાં આવ્યા છે. 3 લોકોના મૃત્યુ થયા છે.

ઓલિમ્પિક મશાલ જાપાન પહોંચી

કોરોનાવાઇરસના ખતરા વચ્ચે શુક્રવારે ચાર્ટર્ડ ફ્લાઈટમાં ઓલિમ્પિક મશાલ જાપાન પહોંચી હતી. મિયાગી પ્રાંતના મતશુષીમા એયરબેસ પર ટોક્યો ઓલિમ્પિકની ઓર્ગેનાઈઝેશન કમિટીના પ્રમુખ યોશિરો મોરીએ તેની આગેવાની કરી હતી. 121 દિવસ સુધી ચાલતી મશાલની શરૂઆત 2011ની સુનામી દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત ફુકુશીમાથી થશે. જોકે છેલ્લા 9 વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. દુનિયાને તે બતાવવા જ જાપાને ટોર્ચ રિલેની શરૂઆત તે શહેરથી કરવાનો નિર્ણય લીધો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here