કોરોના વર્લ્ડ : બ્રાઝીલમાં એક દિવસમાં 1188 લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 હજારને પાર

0
0
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.94 લાખ કેસ નોંધાયા, 3 લાખ 34 હજાર 621 લોકોના મોત
  • અમેરિકાને કાયમી બંધ નહીં કરાય: ડોનાલ્ડ ટ્રમ્પ
  • જર્મનીમાં 1.79 લાખ કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસ 12 હજાર 712

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.94 લાખ કેસ નોંધાયા છે. 3 લાખ 34 હજાર 621  લોકોના મોત થયા છે. 21.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં એક દિવસમાં 1188 લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 હજારને પાર

બ્રાઝીલમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક નોંધાયો છે. 1188 લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 હજારને પાર કરી ગયો છે. અહીં 3.11 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં સંક્રમણના દરને જોતા તે એક દિવસની અંદર સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં બીજા નંબરે આવી જશે. હાલ 3.17 લાખ સંક્રમણ સાથે રશિયા બીજા નંબરે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકાને કાયમી બંધ નહીં કરાય: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસનો બીજા તબક્કો આવશે તો અમેરિકાને બંધ કરવામાં આવશે નહીં. સ્વસ્થ રાજ્ય માટે કાયમી લોકડાઉનએ અમારી રણનીતિ નથી. દેશને બંધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. ક્યારેય ખતમ ન થનાર લોકડાઉન એક જાહેર સ્વાસ્થ્યના જોખમને આમંત્રણ આપે છે. આપણા લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે અર્થવ્યવસ્થાને ખોલવી પડશે.

રશિયા: મોસ્કોમાં 24 કલાકમાં 73ના મોત

મોસ્કોમાં 24 કલાકમાં 73 લોકોના  મોત થયા છે. આ સાથે મોસ્કોમાં મૃત્યુઆંક 1867 પહોંચી ગયો છે. રશિયામાં કુલ પોઝિટિવ કેસ 3 લાખ 17 હજાર 554 થયા છે અને 3099 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીમાં 1.79 લાખ કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસ 12 હજાર 712

કોરોના વાઈરસની લડાઈમાં જર્મનીની અસરકારક કામગીરી સમગ્ર વિશ્વએ જોઈ છે. અહીં કુલ 1.79 લાખ કેસ નોંધાય છે. જેમાંથી 1.58 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ અહીં 12 હજાર 712 એક્ટિવ કેસ છે. જર્મનીમાં 8309 લોકોના મોત થયા છે. જર્મનીમાં 36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

સુદાનમાં 410 નવા કેસ નોંધાયા

સુદાનમાં એક દિવસમાં 410 નવા કેસ અને 10 લોકોના મોત થયા છે . આ સાથે અહીં કુલ પોઝિટિવ કેસ 3138 થયા છે અને મૃત્યુઆંક 121 થયો છે.

યમનમાં 13 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 193 થયા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,20,902 96,354
રશિયાા 317,554 3,099
બ્રાઝીલ 310,921 20,082
સ્પેન 280,117 27,940
બ્રિટન 250,908 36,042
ઈટાલી 228,006 32,486
ફ્રાન્સ 181,826 28,215
જર્મની 179,021 8,309
તુર્કી 153,548 4,249
ઈરાન 129,341 7,249
ભારત 118,226 3,584
પેરુ 108,769 3,148
ચીન 82,971 4,634
કેનેડા 81,324 6,152
સાઉદી અરબ 65,077 351
મેક્સિકો 59,567 6,510
ચીલી 57,581 589
બેલ્જિયમ 56,235 9,186
પાકિસ્તાન 48,091 1,017
નેધરલેન્ડ 44,700 5,775
કતાર 38,651 17
બેલારુસ 33,371 185
સ્વિડન 32,172 3,871
સ્વિત્ઝર્લેન્ડ 30,694 1,898

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here