કોરોના વડોદરા : કોરોનાથી વધુના 2 મહિલાના મોત સાથે મૃત્યુઆંક 17 થયો, વધુ 16 કેસ સાથે પોઝિટિવ કેસ 279 થયા, વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો

0
16

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે વધુના 2 મહિલાના મોત થયા છે. કોરોનાથી મૃત્યુઆંક 17 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસ વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 279 પોઝિટિવ કેસ નોંધાયા છે. વાઘોડિયા રોડ પર પ્રથમ કેસ નોંધાયો છે. અને કોરોના વાઈરસથી કુલ 15 લોકોના મોત થયા છે. વડોદરા શહેરમાં રોજેરોજ નવા કેસો આવી રહ્યા છે. જેથી કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઈરસની ચપેટમાં રોજ નવા વિસ્તારો પણ ઉમેરાઇ રહ્યા છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

બે મહિલના કોરોના વાઈરસથી મોત

મોહિનીબેન બ્રહ્મખત્રી (ઉ.66), (રહે. બનિયન સિટી ડુપ્લેક્ષ)નું ગોત્રી હોસ્પિટલમાં અને સલમાબીબી મન્સુરી (ઉ.75), (રહે ગુલશન એપાર્ટમેન્ટ)નું કોરોના વાઈરસથી સયાજી હોસ્પિટલમાં મોત થયું છે.

વડોદરા આ વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા

આજે નાગરવાડા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસણા રોડ, ડબી ફળીયા વાડી, કમલાનગર, મોગલવાડા મરાઠી મોહલ્લા નવાબજાર, ગુલશન એપાર્ટમેન્ટ યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા છે.

વડોદરામાં 198 ટેસ્ટથી 16 પોઝિટિવ આવ્યા

વડોદરા શહેરમાં મંગળવારે સાંજથી આજે સવારે 10 વાગ્યા સુધી લેવાયેલા 198 ટેસ્ટમાંથી 16 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 182 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here