સુરત : વધુ બેના મોત સાથે મૃત્યુઆંક 78 થયો, સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપી કોરોના પોઝિટિવ

0
9

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1821 થઈ ગઈ છે. વધુ બેના મોત થતા આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 થઈ ગયો છે. ગત રોજ શહેરમાં 27 અને જિલ્લામાં 2 દર્દીઓ મળી 29 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.  જેથી રિકવરી આંક 1208 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીનો પણ સમાવેશ થાય છે.

રાયોટિંગના ગુનાના આરોપીઓને કોરોના

સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આરોપીઓને રાયોટિંગના ગુનામાં પકડવામાં આવ્યાં છે. કુલ 20માંથી 5 આરોપીઓના રિપોર્ટ  પોઝિટિવ આવ્યાં છે. તો અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલી મહિલા આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિનસ હો‌સ્પિટલની સ્ટાફ નર્સ અને ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલના ‌રિસેપ્સનીસ્ટ સંક્રમીત

સગરામપુરા ચોગાનશેરીમાં રહેતા ધાન્યા બીનું (ઉ.વ.33)‌વિનસ હો‌સ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે નાણાવટ નગર સેઠની પોળમાં રહેતા ઉજ્જવલ ચંદ્રકાંત શાહ (ઉ.વ.35)ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલમાં ‌રિસેપ્સનીસ્ટનું કામ કરે છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વકીલ અને વકીલની ઓફીસના પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ

ભાગળ વાડી ફ‌‌ળિયા ખાતે રહેતા વિજય કંચન જરીવાલા(ઉ.વ.42) પ્રાઈવેટ વકીલ છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે. બીજી તરફ નાનપુરા છપ્પન ચાલમાં રહેતા શૈલેષભાઇ રણછોડ ઠાકોર(ઉ.વ.50) વકીલની ઓફીસમાં પટાવાળા છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કુરીયર કંપનીના વોચમેન અને કુ‌રિયર બોય પણ સંક્રમીત થયા

લાલ દરવાજા ખાતે આવેલી બ્લ્યુ ડાર્ટ કુરીયરનની ઓફીસમાં રહેતા અને ત્યાંજ વોચમેન તરીકે નોકરી કરતા રાકેશ ઉદયનારાયણ સિંગ (ઉ.વ.54)ને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા. મંગળવારે તેનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. તેવી જ રીતે કતારગામ ચીકુવાડી નજીક સીતારામ રેસીડેન્સીમાં રહેતા ‌વિનોદ બં‌શિલાલ કંસારા (ઉ.વ.63)અને કુ‌રિયરનું કામ કરે છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેલ્જીયમ સ્ક્વેર ખાતે કુ‌રિયર બોય તરીકે નોકરી કરતા ચેતન સનમુખલાલ ઉભરાટવાલા (ઉ.વ.39) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here